દાંતા અંબાજી વિસ્તારમાં ઓવરલોડ પેસેન્જર ગાડીઓ ઉપર જિલ્લા ટ્રાફિક પોલીસની લાલ આંખ

દાંતા અંબાજી વિસ્તારમાં ઓવરલોડ પેસેન્જર ગાડીઓ ઉપર જિલ્લા ટ્રાફિક પોલીસની લાલ આંખ

બનાસકાંઠા જિલ્લામાં ઓછા સમયમાં વધુ પૈસા કમાવવાની લાલચમાં પેસેન્જર વાહનોમાં ઓવરલોડ  પેસેન્જરો ભરી બેફામ રીતે  દોડી લોકોના જીવ સાથે રમત રમી રહેલા પેસેન્જર વાહનો  અટકે તેને લઈ   બનાસકાંઠા પોલીસ સફાળી જાગી છે અને જિલ્લામાં ઓવરલોડ દોડી રહેલા પેસેન્જર વાહન ચાલકો સામે કાર્યવાહી હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લામાં દિવસેને દિવસે અકસ્માતો નો આંક વધતો જઈ રહ્યો છે અને તે વચ્ચે જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં  વાહન ચાલકો જાણે ટ્રાફિક ના નિયમોનું ભાન જ ન હોય અને ઓછા સમયમાં વધુ પૈસા કમાવાની લાલચે પેસેન્જર વાહનોમાં કેપેસિટી કરતા વધુ પેસેન્જર ભરી મુસાફરી કરતા હોય છે.

બનાસકાંઠા પોલીસએ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં તપાસ હાથ ધરી ઓવરલોડ દોડી રહેલા પેસેન્જર વાહનોના કઠેડા ઉતરાવી દીધા છે તો સાથે જ  તેમની સામે દંડનાત્મક કાર્યવાહી પણ હાથ ધરી પેસેન્જર વાહન ચાલકોને નિયમોનું ભાન કરાવ્યું છે... ત્યારે જિલ્લામાં મોટા અકસ્માતો સર્જાય તે પહેલા જ આવા વાહનો અટકે

0/Post a Comment/Comments

Domain