કચ્છ નું સફેદ રણ વિસ્તાર હવે પોલિસ પર ગાડી ચડાવી કચડી નાંખનાર બુટલેગરો નું રણ કહીયે તો નવાઈ નહીં
ભચાઉના ચોપડવા પુલ પાસે ચીરઈના રીઢા બુટલેગર યુવરાજસિંહ જાડેજાએ એલસીબી ટીમ પર થાર જીપ ચઢાવી હત્યાનો કર્યો પ્રયાસ
કચ્છમાં ખાખી પર લાગ્યો નશાનો દાગ બૂટલેગર સાથે કારમાં બેઠી હતી CID ક્રાઈમની કોન્સ્ટેબલ મીતા ચૌધરી!
પૂર્વ કચ્છ ખાતે CID બ્રાન્ચમાં ફરજ બજાવતી મહિલા કર્મી નીતા ચૌધરી બુટલેગર સાથે દારૂની મહેફિલ માણતા ઝડપાઈ ભચાઉમાં બૂટલેગરને પકડવા ગયેલી પોલીસ ઉપર હુમલો
ભચાઉમાં બાતમીના બૂટલેગરને પકડવા ગયેલી પોલીસ ટીમ પર હુમલો થયો હોવાની ચર્ચાએ જિલ્લાભરમાં ચકચાર અને આટલું જ નહીં ફરાર થવાનો પ્રયાસ કર્યો ચીરઈના રીઢા બુટલેગર યુવરાજસિંહ જાડેજા ની સાથે એક CID બ્રાન્ચમાં ફરજ બજાવતી મહિલા કર્મી નીતા ચૌધરી મહિલા પોલીસ હતી.
એલસીબી સહિતની ટીમો ભચાઉ દોડી આવી હતી અંગે કોઈ સત્તાવાર વિગતો જાહેર કરાઈ નથી. સમગ્ર મામલે ચર્ચા અનુસાર, ભચાઉ તાલુકાના એક ગામમાં દારૂના સાથે સંકળાયેલા લિસ્ટેડ બૂટલેગરને પકડવા માટે ગયેલી પોલીસ પર ગાડી ચડાવવાનો પ્રયાસ કરાયો હતો આ દરમિયાનમાં ધર્ષણ દરમિયાન ફાયરિંગ પણ થયું હોવાનું કહેવાય છે પરંતુ ક્યા પક્ષેથી ફાયરિંગ કરવામાં આવ્યું તે અંગે લોક ના મુખે થી ચર્ચાઓ એટલી અલગ અલગ વાતો સાંભળવા મળી રહી છે. જોકે, બનાવ ગંભીર હોવાનું અણસાર એ વાત પરથી મળી રહ્યો હતો કે, ભચાઉમાં એલસીબી સહિતની પોલીસ ટીમો દોડી ગઈ હતી અને સંબંધિત બુટલેગર તેમજ મહિલા પોલીસ કર્મીને પોલીસ મથકે લઈ જવાયા હતી બં મનેને ઝડપી જીપની તલાસી લેતા દારૂનો જથ્થો મળ્યો
મહિલા પોલીસ કર્મી સાથે ઝડપાયેલ મોટી ચીરઈના યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા બુટલેગર પર ૧૬ થી વધુ ગુનાઓ દાખલ છે, હિસ્ટ્રીશીટર બુટલેગર પર હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુના પણ દાખલ છે - રિપોર્ટ બાય - મહેશ રાજગોર ભચાઉ


Post a Comment