પૂર્વ કચ્છ એલસીબીનો મેગા સપાટો: ટપ્પર વાડીમાંથી એક કરોડથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
પૂર્વ કચ્છ જિલ્લામાં દારૂના ગેરકાયદેસર વેપાર સામે એલસીબીએ મોટી કાર્યવાહી કરી છે. દુધઈ પોલીસ મથક વિસ્તારના ટપ્પર વાડી ખાતે વહેલી સવારના દરોડા દરમિયાન વિદેશી દારૂ, બીયર તથા વાહનો સહિત એક કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર અને બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ જે.એમ. વાળા, પીએસઆઈ ડી.જી. પટેલ અને તેમની ટીમે સફળ ઓપરેશન પાર પાડ્યું હતું. જપ્ત કરાયેલા મુદ્દામાલની ગણતરી અને કાયદેસરની કાર્યવાહી દુધઈ પોલીસ સ્ટેશન ખાતે હાથ ધરાઈ હતી. પ્રાથમિક તપાસમાં આ જંગી દારૂનો જથ્થો કોના દ્વારા મંગાવવામાં આવ્યો હતો અને તેની પાછળ કોણ સંડોવાયેલ છે તે દિશામાં એલસીબી દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. જોકે, દરોડા દરમિયાન કોઈ આરોપી ઝડપાયો નથી. પૂર્વ કચ્છ એલસીબીની આ કાર્યવાહીથી દારૂના ગેરકાયદેસર ધંધા સાથે સંકળાયેલા તત્વોમાં ખળભળાટ મચી ગયો છે.

Post a Comment