પાટણ સાયબર પોલીસને “સાયબર કોપ” એવોર્ડથી સન્માન
પાટણ : પાટણ સાયબર પોલીસ ટીમને રાજ્યસ્તરે નોંધપાત્ર કામગીરી બદલ “સાયબર કોપ” એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. રાજ્યના પોલીસ મહાનિર્દેશક (DGP) જી.એસ. મલિકના હસ્તે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. પાટણ સાયબર પોલીસ દ્વારા ડિજિટલ એરેસ્ટના નામે એક સિનિયર સિટીજન સાથે છેતરપિંડી કરનાર બે આરોપીઓને ઉત્તરપ્રદેશમાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા. આ કામગીરી દરમિયાન અગાઉ અન-ડિટેક્ટ રહેલો ગુનો પણ ડિટેક્ટ કરવામાં સફળતા મળી હતી.
આરોપીઓની પૂછપરછ દરમિયાન રાજસ્થાન, હરિયાણા, ઉત્તરપ્રદેશ તેમજ ગુજરાત રાજ્યમાં નોંધાયેલા કુલ 5 અન-ડિટેક્ટ સાયબર ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવ્યો હતો. ઉપરાંત NCCRP પોર્ટલ પર નોંધાયેલી 17 ફરિયાદો અને 7 બેન્ક એકાઉન્ટ સાથે સંકળાયેલા ગુનાઓમાં કાર્યવાહી કરીને રૂ. 46 હજારથી વધુની રકમ રિકવર કરવામાં આવી હતી. પાટણ સાયબર પોલીસની આ સફળ કામગીરીને રાજ્યસ્તરે માન્યતા મળતા પોલીસ વિભાગમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રિપોર્ટર : પંકજ સાધુ, પાટણ



Post a Comment