રાપરના વજેપર ગામે થયેલ લાખોની જીરું ચોરીનો ભેદ ઉકેલાયો મુદ્દામાલ અને બાઇક સાથે બે તસ્કરોને ઝડપી પાડતી રાપર પોલીસ

રાપરના વજેપર ગામે થયેલ લાખોની જીરું ચોરીનો ભેદ ઉકેલાયો મુદ્દામાલ અને બાઇક સાથે બે તસ્કરોને ઝડપી પાડતી રાપર પોલીસ

18 બોરી જીરું ચોરી કેસમાં રાપર પોલીસને સફળતા, રૂ. 1.86 લાખનો મુદ્દામાલ જપ્ત

હ્યુમન સોર્સિસ અને ટેક્નિકલ તપાસથી લાખોની જીરું ચોરીનો ભેદ ખુલ્યો

રાપર કચ્છ તારીખ ૦૩/૦૬/૨૦૨૬  બુધવાર 

રાપર તાલુકાના વજેપર ગામે ગત તા. 28ના રોજ એક ગોડાઉનમાંથી અજાણ્યા તસ્કરોએ 18 બોરી જીરું ચોરી કરી ફરાર થઈ જતાં વિસ્તારમાં ચકચાર મચી હતી. ચોરી થયેલા જીરાંની અંદાજિત કિંમત રૂ. 36,875 હોવાનું જાણવા મળ્યું હતું. આ ચકચારી ચોરીના ગુનાનો ભેદ ઝડપથી ઉકેલવા માટે રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર. એલ. ખટાણાના માર્ગદર્શન હેઠળ ખાસ ટીમોની રચના કરવામાં આવી હતી. પોલીસે હ્યુમન સોર્સિસ તથા ટેક્નિકલ એનાલિસિસના આધારે સઘન તપાસ હાથ ધરી હતી. ગણતરીના દિવસોમાં જ પોલીસે સફળતા મેળવી વજેપરના દિલીપ રમેશભાઈ કોલી અને ત્રંબોના હિતેશ નારણભાઈ કોલીને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી ચોરીના 6 બોરી જીરું, જેની કિંમત રૂ. 36,875 થાય છે, ઉપરાંત રૂ. 80,000 રોકડા અને રૂ. 70,000 કિંમતની એક બાઇક મળી કુલ રૂ. 1,86,875નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર આર. એલ. ખટાણા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી. એ. ઝા તથા રાપર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા સંયુક્ત રીતે કુશળતા અને સતર્કતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. રિપોર્ટર: ઠક્કર અનિલકુમાર

0/Post a Comment/Comments

Domain