ત્રણ મહિનાથી એક બુંદ નહીં: ભુજના ભિટારા ના વસાવંદમાં માણસ-ઢોર બધા તરસે મરે છે!"

ત્રણ મહિનાથી એક બુંદ નહીં: ભુજના ભિટારા ના વસાવંદમાં માણસ-ઢોર બધા તરસે મરે છે!"

પાણી વિના પંખી તરસે, ધરતી તરસે, માણસ તરસે  

હે ઉપરવાળા, કચ્છની કાંકરા ભરેલી વસાવંદ ધરતીને તો દયા કર...

જત અબુબકર ભાઈ લૈયારી ના જણાવ્યા મુજબ ભુજ તાલુકાના નાના ભિટારા ગામનો વસાવંદ વિસ્તાર આજે તરસે તરસે મરી રહ્યો છે. છેલ્લા ત્રણ મહિનાથી નળમાં એક ટીપું પાણી નથી આવ્યું. ગામના દરેક ટાંકા ખાલી પડ્યા છે, આવાદા-વાંડા સુક્કા ભઠ્ઠ થઈ ગયા છે. વસાવંદના વતની જત ફતેહ મામદ જુસબે રડતા અવાજે કહ્યું - "અમારા ઢોર-ઢાંખર હવે ક્યાંથી પાણી પીએ? અમે કાદવ-કીચડ ખોદીને પી રહ્યા છીએ. શું અમે હિન્દુસ્તાની નથી? શું અમારો જીવ જીવ નથી?"  માતાઓ-બહેનોની હાલત તો જોઈ નથી શકાતી. માથા પર માટલા મૂકીને, તપતી રેતીમાં, કિલોમીટરો સુધી પગપાળા પાણી ભરવા જાય છે. બાળકોને ખોળામાં લઈને, તડકામાં બળીને, એક ઘડા પાણી માટે વલખા મારે છે. એક બહેનનું માટલું રસ્તામાં ફૂટી જાય તો આખા દિવસની મહેનત ધૂળમાં મળી જાય. એનું રડવું જોઈને પથ્થરનીય આંખમાંથી પાણી આવી જાય.

આ કાદવ-કીચડ, આ તરસ, આ વલખા - આ સરકારની બેદરકારીની જીવતી નિશાની છે. ટેક્સ લેવા સરકાર હાજર, પણ પાણી આપવા કોઈ નહીં? વસાવંદના લોકો દેશભક્ત છે, દેશ માટે જીવ આપે એવા છે. તો પછી એમની તરસ કેમ કોઈને દેખાતી નથી? વધુ માં ફતેહ મામદ જુસબે જણાવ્યું હતું કે વસાવંદની જનતા હવે ગુસ્સે ભરાયા છે. એમની એક જ માંગ છે - તાત્કાલિક પાણી પહોંચાડો. ટેંકર મોકલો, પાઇપલાઇન ચાલુ કરો, નહીંતર ગામ ખાલી થઈ જશે. હે સરકાર, હે તંત્ર, હવે તો જાગો! વસાવંદની બહેનોના આંસુ તમારા શાસનની શરમ છે. આંખો ખોલો અને માણસોને માણસ સમજો. પાણી એ અધિકાર છે, ભીખ નથી! વસાવંદના લોકોને ન્યાય મળે એ જ અમારી પ્રાર્થના છે. ફતેહ મામદ જુસબ ભાઈ, તમારો અવાજ અમે દુનિયા સુધી પહોંચાડીશું.



0/Post a Comment/Comments

Domain