ભીમાસર નજીકથી પોષડોડાના જથ્થા સાથે બે ઈસમો ઝડપાયા

 ભીમાસર નજીકથી પોષડોડાના જથ્થા સાથે બે ઈસમો ઝડપાયા

રાપર તાલુકાના ભીમાસર-કીડીયાનગર રેલ્વે ફાટક નજીકથી આડેસર પોલીસે ગેરકાયદેસર માદક પદાર્થ પોષડોડાના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ, આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ જીવણભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ મુકેશજી તરસંગજીને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભીમાસર-કીડીયાનગર રેલ્વે ફાટક નજીક વોચ ગોઠવવામાં આવી હતી. બાતમી મુજબ કીડીયાનગરથી ભીમાસર તરફ મહિન્દ્રા વાહન નં. GJ-02-K-3747માં ગેરકાયદેસર માદક પદાર્થનો જથ્થો લાવવામાં આવી રહ્યો હતો. પોલીસે પંચોની હાજરીમાં વાહનને અટકાવી તપાસ કરતા ગાડીમાંથી ગેરકાયદેસર પોષડોડા માદક પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો. જેના આધારે પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

પકડાયેલા આરોપીઓમાં (1) બબાભાઈ પાંચાભાઈ પઢારીયા (ઉ.વ. 51), રહે. પઢારીયા વાસ, કીડીયાનગર, તા. રાપર, જી. કચ્છ અને (2) બબાભાઈ કુંભાભાઈ ગોયલ (ઉ.વ. 37), રહે. ખવાસ વાસ, કીડીયાનગર, તા. રાપર, જી. કચ્છનો સમાવેશ થાય છે. બંને આરોપીઓ વિરુદ્ધ આડેસર પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. વધુ તપાસ લાકડિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને સોંપવામાં આવી છે. રિપોર્ટર: અનિલ ઠક્કર, જનતા દસ્તક ન્યૂઝ

0/Post a Comment/Comments

Domain