ચોરીના કોપર વાયર અને બાઇક સાથે બે શખ્સ રાપર પોલીસના હાથે ઝડપાયા
કચ્છ રાપર તારીખ ૦૪/૦૬/૨૦૨૬ ગુરુવાર
રાપર: પૂર્વ કચ્છ જિલ્લામાં મિલ્કત સંબંધિત ગુનાઓ પર અંકુશ લાવવા માટે રાપર પોલીસ દ્વારા હાથ ધરાયેલા અભિયાન દરમિયાન બે શખ્સોને ચોરીના માલસામાન સાથે ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસને મળેલી બાતમીના આધારે ખીરઈથી ગોંવિંદપર તરફ જઈ રહેલા બે ઇસમોની તપાસ કરતાં તેમની પાસેથી અંદાજે 11 કિલો કોપર વાયર, 18 કિલો કેબલ વાયર અને એક હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂ. 42,400નો મુદ્દામાલ કબજે કર્યો છે.
પકડાયેલા આરોપીઓમાં અનવર સતાર જત (ઉ.વ. 19) અને હાજી સતાર જત (ઉ.વ. 25), બંને રહેવાસી કોઠારીયા, તા. જોડીયા, જી. જામનગરનો સમાવેશ થાય છે. આ મામલે રાપર પોલીસ સ્ટેશનમાં ગુનો નં. 11993010260324/2026 હેઠળ બી.એન.એસ. કલમ 303(2) અને 54 મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર આર.એલ. ખટાણા, પો.સબ ઇન્સ્પેક્ટર એચ.વી. કાતરિયા તથા રાપર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. રિપોર્ટ બાય - અનિલ ઠક્કર રાપર

Post a Comment