ચોરીની બે બાઇક વેચવા નીકળેલો શખ્સ LCBના હાથે ઝડપાયો

ચોરીની બે બાઇક વેચવા નીકળેલો શખ્સ LCBના હાથે ઝડપાયો

કચ્છ રાપર તારીખ ૦૪/૦૬/૨૦૨૬ ગુરુવાર 

ભચાઉ: કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમે રાપર તાલુકાના વણોઇવાંઢ ગામેથી ચોરીની બે મોટરસાયકલ સાથે એક શખ્સને ઝડપી પાડી બાઇક ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. મળતી માહિતી મુજબ LCBની ટીમ રાપર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે વણોઇવાંઢ ગામનો રમેશ ભીખાભાઈ કોલી પોતાના મકાન બહાર ચોરીની બે બાઇક રાખી તેને વેચવાની ફિરાકમાં ઉભો છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી દરોડો પાડી આરોપીને ઝડપી લીધો હતો.

પોલીસે બંને મોટરસાયકલના દસ્તાવેજો માંગતા આરોપી કોઈ આધાર-પુરાવા રજૂ કરી શક્યો ન હતો. પૂછપરછ દરમિયાન તેણે એક બાઇક નવી ભચાઉ વિસ્તારમાંથી ચોરી કર્યાની તેમજ બીજી બાઇક તેના સાથીદાર હમીર મોતી કોલીએ આપ્યાની કબૂલાત કરી હતી. LCB પોલીસે કુલ રૂ. 75 હજારની કિંમતની બે હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ કબ્જે કરી છે. આરોપી રમેશ ભીખાભાઈ કોલીની અટકાયત કરી તેને વધુ કાર્યવાહી માટે રાપર પોલીસને સોંપવામાં આવ્યો છે. જ્યારે ફરાર આરોપી હમીર મોતી કોલીને ઝડપી પાડવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. રિપોર્ટર ઠક્કર અનિલ. રાપર કચ્છ

0/Post a Comment/Comments

Domain