ગાંધીધામનું ગૌરવ: રાહુલ ચંચલાનીને "બેસ્ટ ફેશન કોરિયોગ્રાફર 2026" એવોર્ડથી સન્માન
ગાંધીધામ: ગાંધીધામના યુવા ફેશન કોરિયોગ્રાફર રાહુલ ચંચલાનીને રાજકોટ ખાતે આયોજિત એકતારો ફાઉન્ડેશન એક્સેલન્સ એવોર્ડ 2026માં "બેસ્ટ ફેશન કોરિયોગ્રાફર 2026" એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.
આ પ્રતિષ્ઠિત એવોર્ડ જગદગુરુ શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર મહેન્દ્રગિરિજી મહારાજ તથા પદ્મશ્રી હેમંત ચૌહાણજીના શુભ હસ્તે અર્પણ કરવામાં આવ્યો. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ માત્ર રાહુલ ચંચલાની માટે જ નહીં, પરંતુ સમગ્ર ગાંધીધામ માટે ગર્વની ક્ષણ બની છે. રાહુલ ચંચલાનીએ આ સન્માન બદલ એકતારો ફાઉન્ડેશનના સ્થાપક મયુરભાઈ અને હીનાબેનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે યુવા પ્રતિભાઓને યોગ્ય મંચ અને સન્માન આપવાનો તેમનો પ્રયાસ ખરેખર પ્રશંસનીય છે. આ એવોર્ડ તેમની વર્ષોની મહેનત, સમર્પણ અને પરિવાર તેમજ શુભેચ્છકોના સતત સહયોગનું પરિણામ છે. ફેશન કોરિયોગ્રાફીના ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ ઉભી કરનાર રાહુલ ચંચલાનીની આ સિદ્ધિથી ગાંધીધામનું નામ વધુ ગૌરવપૂર્ણ બન્યું છે. શહેરના વિવિધ આગેવાનો અને શુભેચ્છકોએ તેમને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી છે.

Post a Comment