રાપરમાં વાહન ચોરીના બે આરોપીઓ ઝડપાયા, ચોરીની બે મોટરસાયકલ સાથે પોલીસે ઝડપી પાડ્યા
રાપર વિસ્તારમાં સતત વધી રહેલા વાહન ચોરીના બનાવોને અટકાવવા માટે રાપર પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ ઇન્સ્પેક્ટર આર.એલ. ખટાણાના માર્ગદર્શન હેઠળ કામગીરી દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ચિત્રોડ રોડ પરથી શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલા બે ઇસમોને અટકાવી તેમની પૂછપરછ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન બંને ઇસમો પાસેથી ચોરીની બે મોટરસાયકલો મળી આવી હતી. પોલીસે બંને આરોપીઓની ઓળખ લાલજી રાયધનભાઈ દેવીપુજક અને દિનેશ બીજલભાઈ દેવીપુજક તરીકે કરી તેમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર.એલ. ખટાણા, પી.એસ.આઈ. ચૌધરી તેમજ સર્વેલન્સ સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી. રાપર પોલીસની સતર્કતા અને ઝડપી કાર્યવાહીથી વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલાતા સ્થાનિકોમાં સુરક્ષાની લાગણી મજબૂત બની છે - રિપોર્ટર - અનિલ ઠક્કર રાપર કચ્છ

Post a Comment