પોક્સો તથા અપહરણના ગુનાના આરોપી તથા ભોગબનનારને રાજસ્થાન ખાતેથી શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરતી રાપર પોલીસ
જીલ્લામાં પોક્સો તથા અપહરણના બનતા ગંભીર પ્રકારના ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા સારૂ સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અંતર્ગત ગત તા.૧૦/૦૭/૨૦૨૬ ના રોજ રાપર પોલીસ સ્ટેશન મથકે નોંધાયેલ પોક્સો તથા અપહરણ નો દાખલ થયેલ હતો. જે અન્વયે રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી આર.એલ.ખટાણા નાઓએ ભોગ બનનાર તથા આરોપીઓને શોધી કાઢવા જરૂરી એક્શન પ્લાન બનાવી ટેક્નિકલ એનાલિસિસ તથા હ્યુમન સોર્સિસના આધારે આરોપી (૧) સુબિલ સતવીર ઓડ ઉ.વ.૨૪ રહે-એલાનાબાદ જી.સિરસા હરિયાણા વાળાને ભોગબનનાર સાથે સિરહા રાજસ્થાન મધ્યેથી પકડી પાડેલ છે તેમજ આ ગુનામાં મદદગારી કરનાર સહ આરોપી (૨) મોહિત રઘુવીરસિંગ ઓડ ઉ.વ.૧૯ રહે- પાતન જી.હિસાર હરિયાણા વાળાને પકડી આ બંને આરોપીઓ વિરુદ્ધ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.એલ.ખટાણા તથા પો.સ.ઇ. પી.એલ.ફણેજા તથા રાપર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી રિપોર્ટર: ઠક્કર અનિલકુમાર, રાપર કચ્છ

Post a Comment