રામવાવ નજીક ધાણી-પાસાનો જુગાર રમતા ૫ શખ્સોને રાપર પોલીસે ઝડપ્યા, રૂ. ૩.૮૩ લાખનો મુદ્દામાલ જપ્ત

 રામવાવ નજીક ધાણી-પાસાનો જુગાર રમતા ૫ શખ્સોને રાપર પોલીસે ઝડપ્યા, રૂ. ૩.૮૩ લાખનો મુદ્દામાલ જપ્ત

રાપર: રાપર પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે રામવાવ ગામની સીમમાં આશાબાપીરની દરગાહ પાસે ખુલ્લામાં ધાણી-પાસા વડે હારજીતનો જુગાર રમતા શખ્સો સામે દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી ૫ શખ્સોને ઝડપી પાડ્યા, જ્યારે ૪ શખ્સો નાસી છૂટ્યા હતા. રાપર પોલીસ ઇન્સ્પેક્ટર આર. એલ. ખટાણા તથા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન ખાનગી રાહે મળેલી બાતમીના આધારે રામવાવ ગામ નજીક આશાબાપીરની દરગાહ પાસે જુગાર રમતા શખ્સો પર રેડ કરવામાં આવી હતી.

ઝડપાયેલા શખ્સો 1. પ્રદિપ ભાણજી કોલી 2. રતનસિંહ દેશલજી જાડેજા 3. સમીરશા અબ્દુલશા કુરેશી 4. વિનોદગીરી ભગવાનગીરી ગોસ્વામી 5. ભરત બાબુભાઈ ગાગંસ

નાસી છૂટેલા શખ્સો 1. બબા પાંચાભાઈ મણવર 2. મયુર કોલી 3. યુવરાજ ભટ્ટી 4. રમેશ ઉર્ફે મચો ભીખા કોલી રૂ. ૩,૮૩,૭૦૦/-નો મુદ્દામાલ જપ્ત

પોલીસે દરોડા દરમિયાન રોકડા રૂ. ૧૩,૭૦૦/-, ૪ મોબાઈલ ફોન કિંમત રૂ. ૨૦,૦૦૦/-, ૩ મોટરસાયકલ કિંમત રૂ. ૫૦,૦૦૦/- તથા એક સ્વિફ્ટ કાર કિંમત રૂ. ૩,૦૦,૦૦૦/- મળી કુલ રૂ. ૩,૮૩,૭૦૦/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે રાપર પોલીસે પકડાયેલા તમામ શખ્સો વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ નાસી છૂટેલા ચારેય શખ્સોને ઝડપી પાડવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. રિપોર્ટર ઠક્કર અનિલ રાપર કચ્છ

0/Post a Comment/Comments

Domain