વિજ્ઞાન ગુર્જરી કચ્છ દ્વારા જિલ્લા કક્ષાએ વિજેતા થયેલ વિધાર્થીઓને ટ્રોફી તેમજ પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાયા.
વિજ્ઞાન ગુર્જરી કચ્છ દ્વારા બાળકોમાં વિજ્ઞાન વિષયમાં રસ જાગે તે માટે પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ભુપેન્દ્રસિંહજી વાઘેલા સાહેબની અધ્યક્ષતામાં પ્રાથમિક શાળાઓમાં કુલ ૭ પ્રકારની હરીફાઈઓનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક તાલુકાઓમાં જે વિધાર્થીઓ નંબર લાવ્યા હતા તે તમામ બાળકોને જિલ્લા કક્ષાએ ભાગ લીધેલ હતો. બહુંજ મોટી સંખ્યામાથ બાળકો જોડાયા અને એમાંથી જિલ્લા કક્ષાએ વિજ્ઞાન નિબંધ સ્પર્ધામાં પ્રથમ ત્રણ બાળકોનું સન્માન પ્રો. ઝંખનાબેન મહેતા (નેશનલ ટીચર એવોર્ડ વિજેતા) દ્વારા સન્માન કરવામાં આવેલ હતુ, વિજ્ઞાન પોસ્ટર સ્પર્ધામા જે વિધાર્થીઓએ નંબર મેળવ્યા હતા એમનું પ્રો. ઉર્વીશબેન સોની દ્વારા સન્માન કરવામાં આવ્યું હતુ. વિજ્ઞાન કાર્ટુન સ્પર્ધામા વિજેતા થયેલનું સન્માન પ્રો. અનિલભાઈ ગોર (કચ્છ યુનિવર્સિટી રજીસ્ટાર) દ્વારા કરવામા આવેલ હતુ, જેમની ઉપસ્થિતિ પ્રેરક રહી હતી. વિજ્ઞાન રંગોળી સ્પર્ધામાં ભાગ લેનાર બાળકોનું સન્માન વી.ડી.હાઈસ્કૂલના પ્રિન્સિપાલ બ્રિજેશ ઠક્કર દ્વારા કરવામાં આવેલ હતુ. ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડીનેટર શ્રી બીનુ પિલાઈ દ્વારા સિનિયર વિભાગ વિજ્ઞાન રંગોળી સ્પર્ધામા ભાગ લેનાર નું સન્માન કરવામાં આવ્યું હતુ. વિજ્ઞાન મોડેલ સ્પર્ધામાં પ્રથમ ત્રણ બાળકોનું ઇવેન્ટ કો-ઓર્ડીનેટર સુનિલભાઈ મહેશ્વરી અને જયંતભાઈ શીલુ દ્વારા સન્માન કરવામાં આવેલ હતુ. આપણા લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા ભાગ લેનાર દરેક બાળકોને સર્ટિફિકેટ અને ગરમીથી બચવા માટે કેપ આપવામા આવેલ હતી. ટી.એફ.આર. એન.જી.ઓ દ્વારા વિજેતા થયેલ બાળકો ને ટ્રોફી આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે જિલ્લા કો-ઓર્ડીનેટર શ્રી બીનુ પિલાઇ દ્વારા વી ડી હાઈસ્કૂલના આચાર્ય શ્રી બ્રિજેશભાઈ ઠક્કર અને ટ્રસ્ટીશ્રીનો આભાર વ્યક્ત કરેલ હતો.

Post a Comment