વિકાસના સંકલ્પ, સંગઠનની શક્તિ અને સ્નેહની સુવાસ સાથે અંજાર-૦૪ ભાજપા પરિવારનું ભવ્ય સ્નેહમિલન સંપન્ન
લોકસંસ્કૃતિના રંગે રંગાયું સ્નેહમિલન, સંગઠનની એકતા અને વિકાસની પ્રતિબદ્ધતાનો થયો શંખનાદ
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ સમગ્ર ગુજરાત ની જનતા ને નૂતન વર્ષાભિનંદન પાઠવ્યા. પ્રધાનમંત્રીશ્રી નો ક્ય્છ પ્રત્યે નો પ્રેમ સ્નેહ મિલન માં વ્યક્ત થયો. ક્ય્છ નું વિકાસ નું મોડલ સમગ્ર રાજ્ય અને દેશ માટે એક આદર્શ મોડલ હોવાની લાગણી વ્યક્ત કરી.
અંજાર : સંગઠનની શક્તિ, સ્નેહની સુવાસ અને વિકાસના સંકલ્પને એક જ મંચ પર સાકાર કરતું અંજાર-૦૪ ભારતીય જનતા પાર્ટી વિધાનસભા પરિવારનું ભવ્ય સ્નેહમિલન તારીખ ૨૨ નવેમ્બર, ૨૦૨૬ના રોજ ધારાસભ્ય કાર્યાલય, મારુતિ ગ્રાઉન્ડ, અંજાર ખાતે હર્ષોલ્લાસભર્યા માહોલમાં યોજાયું હતું.
દેશના યશસ્વી અને પ્રજાવત્સલ પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના અંત્યોદયના વિચારથી વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના કુશળ નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર વિકાસના પંથે અવિરત આગળ વધી રહી છે. આ જ વિકાસયાત્રાના સંકલ્પ અને સંગઠનની એકતાના સંદેશ સાથે ગુજરાત સરકારના ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ વિભાગના મંત્રી તથા અંજાર વિધાનસભા મતવિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માનનીય શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબના માર્ગદર્શન અને આયોજન હેઠળ આ સ્નેહમિલનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનો મંગલમય પ્રારંભ ક્ય્છ જિલ્લા ભાજપ ના પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ, પરમ પૂજ્ય ત્રિકમદાસજી મહારાજ, પરમ પૂજ્ય મહામંડલેશ્વર 1008 ધ્રંગ જાગીર મુરજી દાદા, પરમ પૂજ્ય ભગવાનદાસજી મહારાજ, હબાય જાગીર લક્ષ્મણગીરી બાપુ, કીર્તિદાસજી મહારાજ, કાર્તિકદાસજી મહારાજ, મનીરામબાપુ,સ્વામિનારાયણ મંદિર અંજાર ના પરમ પૂજ્ય સંતશ્રીઓના વરદહસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. પ્રકાશના પર્વ સમાન આ દીપ પ્રાગટ્ય સાથે નવા વર્ષમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ અને વિકાસની મંગલકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી.
આ પ્રસંગે વર્ચ્યુઅલ માધ્યમથી ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા, ગુજરાત પ્રદેશ ભાજપ ના પ્રભારી તરુણભાઈ ચૂગ તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ ઉપસ્થિત ભાજપા પરિવારને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી અને સૌના જીવનમાં સુખ-સમૃદ્ધિ તથા પ્રગતિની મંગલકામના વ્યક્ત કરી હતી.
સ્નેહમિલનના આ અવસરે કચ્છની સમૃદ્ધ લોકસંસ્કૃતિના સૂર રેલાવતા કચ્છના સુપ્રસિદ્ધ લોકગાયક શ્રી રાજભાઈ ગઢવી દ્વારા લોકડાયરાની જમાવટ કરવામાં આવી હતી. ક્ય્છ જિલ્લા ભાજપ ના પ્રમુખશ્રી દેવજીભાઈ વરચંદએ સૌ ક્ય્છ વાસીઓ ને નૂતન વર્ષ ની શુભકામના પાઠવી અંજાર ના જનપ્રિય ધારાસભ્ય અને રાજ્ય ના મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબ એ વિકાસ કાર્યો થકી અંજાર વિધાનસભા મતવિસ્તાર એ વિકાસ ની નવી કેડી કંડારી હોવાની લાગણી વ્યક્ત કરી.
આ પ્રસંગે માનનીય મંત્રીશ્રી તથા ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબે પોતાના ઉદ્બોધનમાં સમગ્ર અંજાર વિધાનસભા ભારતીય જનતા પાર્ટી પરિવારને નવું વર્ષ સૌના જીવનમાં મંગલદાયી, સુખદાયી અને ફળદાયી નીવડે તેવી શુભકામનાઓ પાઠવી હતી.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્રેરણાદાયી મંત્ર **"સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ"**ને આત્મસાત્ કરી અંજાર વિધાનસભા મતવિસ્તારને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં તેમણે છેલ્લા ચાર વર્ષ દરમિયાન શિક્ષણ, આરોગ્ય, પ્રવાસન તેમજ માળખાકીય સુવિધાઓના ક્ષેત્રે થયેલાં વિવિધ વિકાસકાર્યોની વિસ્તૃત રૂપરેખા રજૂ કરી હતી. વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે ત્યારે જનસહયોગ, સંગઠનશક્તિ અને સહિયારા પ્રયાસોના સમન્વયથી આગામી સમયમાં પણ અંજાર વિધાનસભા મતવિસ્તાર વિકાસના નવા સોપાનો સર કરે તેવો દૃઢ સંકલ્પ મંત્રીશ્રી એ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત સચ્ચિદાનંદ મંદિર અંજાર ના પ.પૂ.મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ તેમજ ઉપસ્થિતપરમ પૂજ્ય સંતો-મહંતોએ આશીર્વચન પાઠવી સમગ્ર અંજાર વિધાનસભા પરિવારને આશીર્વાદ આપ્યા હતા. સ્નેહ, સમર્પણ, સંગઠન અને સંકલ્પના સમન્વય સમાન આ સ્નેહમિલન માત્ર શુભેચ્છાઓની આપ-લે પૂરતું સીમિત ન રહેતાં આગામી વિકાસયાત્રા માટે નવી ઊર્જા અને નવો ઉત્સાહ પૂરું પાડનારું બની રહ્યું હતું.
આ પ્રસંગે ક્ય્છ જિલ્લા પંચાયત ના પ્રમુખ પ્રભાબેન રબારી,અંજાર નગરપાલિકા ના પ્રમુખ ધર્મિષ્ઠાબેન ખાંડેકા, અંજાર તાલુકા પંચાયત ના પ્રમુખ સંદીપભાઈ ચાવડા, જિલ્લા ભાજપ ના મુરજીભાઈ આહિર, મશરૂભાઈ રબારી,સુરેશભાઈ ટાંક ,અંજાર શહેર સંગઠનના પ્રમુખ હિતેનભાઈ વ્યાસ, તાલુકા ભાજપ પ્રમુખ બી.એન. આહિર,શહેર ભાજપ ના મહામંત્રી અશ્વિનભાઈ સોરઠીયા,તાલુકા ભાજપ ના મહામંત્રી રૂપાભાઈ રબારી, ભુજ તાલુકા ભાજપ પ્રમુખ મનજીભાઈ બરારીયા, ક્ય્છ જિલા લઘુમતી મોરચા ના પ્રમુખ આકીબભાઈ બાયડ, કચ્છ આહિર મંડળ ના પ્રમુખ તેજાભાઇ કાનગડ, ભારતીય કિસાન સંઘ ના પ્રમુખ કરશનભાઈ, આહિર અગ્રણી બાબુભાઈ હુંબલ, જિલ્લા પંચાયત ના સદસ્યો રાજેશભાઈ ચાવડા, નરેશભાઈ થારુ,અંજાર નગરપાલિકા તેમજ અંજાર તાલુકા પંચાયત અને ભુજ તાલુકા પંચાયત હોદ્દેદારો ની ટીમ, તાલુકા પંચાયત ના સદસ્યો, શહેર તાલુકા સંગઠન ના હોદ્દેદારો, નગરસેવકો, ડેનીભાઈ શાહ, ભૂરાભાઈ બતા,ધનજીભાઈ ચાવડા, વસંતભાઈ કોડરાણી, મ્યાજરભાઈ છાંગા, મનજીભાઈ આહિર, કલ્પેશભાઈ મરંડ ,પૂર્વ નાણાં મંત્રી બાબુભાઈ મેઘજીભાઈ શાહ, ગોવિંદભાઈ કોઠારી વિવિધ ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી ઓ, વિવિધ સામાજિક સંસ્થાના આગેવાનો, વિવિધ સંસ્થા ના પ્રમુખો, સંગઠન ના વિવિધ મોરચાના પદાધિકારીશ્રીઓ, પ્રબુદ્ધ નાગરિકો તેમજ અંજાર વિધાનસભા ભારતીય જનતા પાર્ટી ના સૌ કાર્યકરો તેમજ શુભેચ્છકો વગેરે બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમ નું સંચાલન અંજાર તાલુકા ભાજપ ના મહામંત્રી કાનજીભાઈ જીવાભાઈ આહિર અને શહેર ભાજપ ના મહામંત્રી ક્રિપાલસિંહરાણા.આભાર વિધિ અંજાર તાલુકા ભાજપ ના પ્રમુખ બી.એન. આહિર એ કરી હતી.
આમ, અંજાર-૦૪ ભારતીય જનતા પાર્ટી પરિવારનું આ સ્નેહમિલન સંગઠનની એકતા, પરસ્પર સ્નેહ અને જનસેવાના સંકલ્પને વધુ સુદૃઢ બનાવતું યાદગાર બની રહ્યું હતું. રિપોર્ટ બાય - કાજલ આસોડિયા અંજાર





Post a Comment