વરસામેડી વિસ્તારની બાગેશ્રી સોસાયટીની મહિલાઓએ વીજ સમસ્યા અંગે ડેપ્યુટી એન્જિનિયરને આવેદનપત્ર પાઠવ્યું

 વરસામેડી વિસ્તારની બાગેશ્રી સોસાયટીની મહિલાઓએ વીજ સમસ્યા અંગે ડેપ્યુટી એન્જિનિયરને આવેદનપત્ર પાઠવ્યું

વરસામેડી ગામના વિસ્તરણ વિસ્તારમાં આવેલી બાગેશ્રી સોસાયટી છેલ્લા ઘણા સમયથી સતત વીજ પુરવઠાની સમસ્યાનો સામનો કરી રહી છે. વારંવાર વીજળી જતી રહેવી તેમજ સામાન્ય વરસાદ પડતા જ વીજ પુરવઠો ખોરવાઈ જવાથી સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

આ સમસ્યાના કાયમી નિરાકરણની માંગ સાથે હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન ઑફ ઇન્ડિયાના કચ્છ જિલ્લા મહિલા પ્રમુખ મીનાક્ષી ત્યાગી તથા બાગેશ્રી સોસાયટીની અન્ય મહિલાઓએ ડેપ્યુટી એન્જિનિયર મહેન્દ્રસિંહ રાવને લેખિત આવેદનપત્ર પાઠવી તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવવાની માંગ કરી હતી. મહિલાઓએ આશા વ્યક્ત કરી કે વીજ વિભાગ લોકોની સમસ્યાને ગંભીરતાથી લઈ વહેલી તકે જરૂરી કાર્યવાહી કરશે, જેથી વિસ્તારના રહેવાસીઓને નિયમિત અને સુરક્ષિત વીજ પુરવઠો મળી રહે.

0/Post a Comment/Comments

Domain