અંબાજી એસ.ટી.ડેપો ની અંદર પડેલ લોખંડ ની ગડરો ગાયબ

અંબાજી એસ.ટી.ડેપો ની અંદર પડેલ લોખંડ ની ગડરો ગાયબ.....

૧૫ ફૂટ લાંબી ૨ ગડરો વેચાણ થઈ કે ચોરાઈ .......???

જો વેચાણ થઈ હોય તો જાહેર હરાજી ની જાહેરાત ક્યાં પેપર માં અપાઈ????

ગડરો ગાયબ થવા અંગે અંબાજી એસ.ટી.ડેપો માં કોઈ ને જાણ નથી તે બાબત શંકાશીલ....

ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ના એસ.ટી.ડેપો ની અંદર પડેલ લોખંડ ની  ૧૫ ફૂટ ની બે ગડરો ગાયબ થવા ની ઘટના સામે આવી છે.

અંબાજી એસ.ટી.ડેપો ખાતે એપ્રેંટીસ કરતા તાલીમાર્થીઓ જોડે ટ્રેડ સિવાય ની કામગીરી કરાવતા ડેપો મેનેજરશ્રી   અઠવાડિયા થી મીડિયા માં ચમકી રહ્યા છે ત્યારે ફરી એક નવા મુદ્દા સાથે અંબાજી એસ.ટી.ડેપો ની અંદર ની ઘટના સામે આવી છે.જેમાં એસ.ટી ડેપો ની માલિકી ની લોખંડ ની ૧૫ ફૂટ લાંબી ગડરો રાતોરાત ગાયબ થવા ની ઘટના સામે આવી છે જેમાં એસ.ટી.ડેપો ના સ્ટાફ ને પણ આ બાબતે કોઈ માહિતી નહિ હોવા ના લીધે ડેપો ના કર્મચારીઓ - અધિકારીઓ પર શંકા ની સોય ફરી રહી છે.

એસ.ટી.ડેપો એ સરકાર ના જાહેર ક્ષેત્ર ના એકમો માં નું એક એકમ છે.જેમાં સરકાર શ્રી દ્વારા કોઈ પણ વસ્તુ ની ખરીદી - વેચાણ માટે  ટેન્ડર અને હરાજી પદ્ધતિ થી  જાહેર અખબારો માં જાહેરાત બહાર પાડી ને જ કરી શકાય છે.ત્યારે અહી ગડરો ક્યાં ગઈ તેની કોઈ ને જાણ નથી ત્યારે શું ડેપો ના સ્ટાફે પોતાના મળતીયાઓ સાથે છાને છાપને ગડરો વેચી નાખી છે કે પછી ચોરી થઈ છે તે બાબત અહીં શંકા ના પ્રશ્નો ઊભાકરે છે .

 જો આ ગડરો વેચાણ થઈ તો જાહેર હરાજી કેમ ના કરાઇ ? જો જાહેર હરાજી બોલાવાઈ હશે તો તેની જાહેરાત જાહેર અખબાર - સમચાર પત્રો માં અપાઈ હશે ,અથવા જો ચોરી થઈ હોય તો પછી ચોરી થવા બાબત ની લેખીત માં કોઈ ફરિયાદ અંબાજી પોલીસ સ્ટેશન ખાતે અપાઈ હશે?   કે પછી સ્ટાફ ના કોઈ કર્મચારી દ્વારા મળતીયાઓ ને બારોબાર વેચાણ કરી પૈસા ચાંઉ કરાયા છે તે તપાસ નો વિષય છે.ત્યારે આ સમગ્ર બાબતો થી ડેપો મેનેજર કે પછી ડેપો નો અન્ય વહીવટી સ્ટાફ અજાણ છે કે પછી અજાણ હોવા ની વાત કરી હાથ અધ્ધર કરવાનો કીમિયો રચાઈ રહ્યો  છે તે તો હવે ઉંડાણપૂર્વક તપાસ થાય તો જ સ્પષ્ટ થાય તેમ છે. રિપોર્ટ બાય - ગોવિંદ ઠાકોર દાંતા

0/Post a Comment/Comments

Domain