ભચાઉમાં પાણીના ઊંડા ટાંકામાં ખાબકેલા નંદીનો 2 કલાકની જહેમત બાદ સફળ રેસ્ક્યુ
ભચાઉ, તા. 12 જૂન 2026: ભચાઉ શહેરના જય માતાજી ચોક પાસે આવેલા જૂના રોટલા ઘર નજીક એક ઘરના પાણીના ઊંડા ટાંકામાં ખાબકેલા નંદીનો ભચાઉ નગરપાલિકાની ફાયર અને રેસ્ક્યુ ટીમ દ્વારા સફળ બચાવ કરવામાં આવ્યો હતો.મળતી માહિતી મુજબ, નંદી એક દિવસ અગાઉ પાણીના ટાંકામાં પડી ગયો હતો. આજે સવારે અંદાજે 7 વાગ્યે ભચાઉ નગરપાલિકા ફાયર ટીમને ઘટનાની જાણ કરવામાં આવતા ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.
ઘરની અંદર જવાનો રસ્તો અત્યંત સાંકડો હોવાથી કોઈપણ વાહન અંદર લઈ જવું શક્ય ન હતું. મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે ફાયર અને રેસ્ક્યુ ટીમે ચેનની મદદથી ભારે જહેમત ઉઠાવી અને અંદાજે બે કલાકની કામગીરી બાદ નંદીને સુરક્ષિત રીતે ટાંકામાંથી બહાર કાઢ્યો હતો. ભચાઉ નગરપાલિકાની રેસ્ક્યુ ટીમની ઝડપી કામગીરી અને જીવદયા માટેના પ્રયાસોની સ્થાનિક લોકોએ પ્રશંસા કરી હતી. અહેવાલ: અલ્પેશ જી. પ્રજાપતિ જનતા દસ્તક ન્યુઝ, ભચાઉ


Post a Comment