રાપરમાં 90મો નિઃશુલ્ક નેત્રનિદાન કેમ્પ યોજાયો, 210 લાભાર્થીઓએ લીધો લાભ

રાપરમાં 90મો નિઃશુલ્ક નેત્રનિદાન કેમ્પ યોજાયો, 210 લાભાર્થીઓએ લીધો લાભ

રાપર, કચ્છ: શ્રી રવિભાણ સંપ્રદાય દરીયાસ્થાન મંદિર, રાપર ખાતે આજે 90મા નિઃશુલ્ક નેત્રનિદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનું આયોજન શ્રી રવિભાણ સંપ્રદાય દરીયાસ્થાન મંદિર, શ્રી રાપર લોહાણા સમાજ અને શ્રી રણછોડરાયજી ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટના સંયુક્ત ઉપક્રમે તેમજ શ્રી જલારામ ગ્રુપ, રાપરના યજમાનપદે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. દીપ પ્રાગટ્યનો લાભ દરીયાસ્થાન મંદિરના મુખ્ય ટ્રસ્ટી રશિકલાલ આદુઆણી, ટ્રસ્ટી દિનેશભાઈ ચંદે, ભરતભાઈ રાજદે, ભોગીલાલ મજીઠીયા, રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડે તેમજ જલારામ ગ્રુપના શૈલેષભાઈ ભીંડેએ લીધો હતો.

કેમ્પમાં કુલ 210 લાભાર્થીઓએ આંખોની તપાસ કરાવી હતી. જેમાંથી આશરે 100 દર્દીઓને મોતિયા તથા અન્ય આંખના ઓપરેશન માટે ખાસ વાહનની વ્યવસ્થા કરીને રાજકોટ મોકલવામાં આવ્યા હતા. રાજકોટથી આવેલા ડૉ. રાહુલ ઠાકોર તથા ભરતભાઈ ગોહિલે લાભાર્થીઓની આંખોની તપાસ કરી જરૂરી માર્ગદર્શન અને સારવાર અંગે સલાહ આપી હતી. કેમ્પને સફળ બનાવવા પ્રભુલાલ રાજદે, વિસનજીભાઈ આદુઆણી, વેલજીભાઈ લુહાર, દિનેશ રાજપૂત, ધનસુખભાઈ લુહાર, જલારામ ગ્રુપના નયન સર, ભરત પટેલ, ડાયાભાઈ ઠાકોર, કૃપેશ ગંધા, દેવરાજ પટેલ, નિલેશ પંડિત સહિતના સેવાભાવીઓએ નોંધપાત્ર સેવા આપી હતી. આ અંગેની માહિતી શૈલેષભાઈ ભીંડેએ આપી હતી - રિપોર્ટર: અનિલ ઠક્કર, રાપર-કચ્છ

0/Post a Comment/Comments

Domain