આણંદના પેટલાદમાં "ગુજરાત ગૌરવ એવોર્ડ ૨૦૨૬" ભવ્યતાપૂર્વક સંપન્ન: ગુજરાતી સિનેમાના કલાકારો અને અગ્રણીઓનું સન્માન

આણંદના પેટલાદમાં "ગુજરાત ગૌરવ એવોર્ડ ૨૦૨૬" ભવ્યતાપૂર્વક સંપન્ન: ગુજરાતી સિનેમાના કલાકારો અને અગ્રણીઓનું સન્માન

આણંદ/પ્રેસ પ્રતિનિધિ: ગઈકાલે તારીખ ૩૧ મે ૨૦૨૬ ના રોજ આણંદ પેટલાદ રોડ પર આવેલા પ્રખ્યાત રાત્રાણી ફૂડ ઝોન (Ratrani Food Zone) ખાતે "ગુજરાત ગૌરવ એવોર્ડ ૨૦૨૬" નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ગરિમાપૂર્ણ કાર્યક્રમનું સફળ સંચાલન અને આયોજન અંકિત ભાતવાણી, કેયુરસિંહ અને મિતલ શાહ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજ, સંસ્કૃતિ અને કલા ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર મહાનુભાવોને બિરદાવવાનો હતો. મુખ્ય અતિથિઓ (Chief Guests) ની ગરિમામય ઉપસ્થિતિ: આ એવોર્ડ સમારોહમાં વિવિધ ક્ષેત્રના નામાંકિત અગ્રણીઓએ મુખ્ય અતિથિ વિશેષ તરીકે હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી, જેમાં: ડૉ. હેમંતભાઈ પંચાલ -ઇન્ટરનેશનલ હુમાન રાઈટ ના જનરલ સેક્રેટરી  જીયા શૈલેષ પરમાર - શ્રી નારી શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ અને ડિરેક્ટર ઓફ જે કે મોટર્સ  દેવેન રતિલાલ વર્મા -પ્રદેશ મહામંત્રી  શ્વેતા બ્રહ્મભટ્ટ -કો સ્પોકસપર્સન , BJP ગુજરાત ભારતીય જનતા પાર્ટી નિહાર પાઢિયા  આ તમામ આમંત્રિત મહેમાનોનું આયોજકો દ્વારા પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્ન આપી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો જમાવડો અને એવોર્ડ વિતરણ: આ વર્ષે કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ઢોલીવુડ એટલે કે ગુજરાતી સિનેમા જગતના કલાકારો રહ્યા હતા. તાજેતરમાં ચર્ચામાં રહેલી આગામી ગુજરાતી ફિલ્મ "દશેરા" (Dusshera) ની સ્ટાર કાસ્ટ ખાસ ઉપસ્થિત રહી હતી. જેમાં મુખ્ય કલાકારો કાર્તિક જે., ઉન્નતિ સિરસાઠ અને પ્રીતિ પટેલ એ સ્ટેજ પરથી દર્શકોનું અભિવાદન ઝીલ્યું હતું અને પોતાના અનુભવો શેર કર્યા હતા. આ ઉપરાંત, આ વર્ષની સુપરહિટ ગુજરાતી ફિલ્મ "લાલો" (LAALO) ની આખી ટીમે કાર્યક્રમમાં વિશેષ હાજરી આપી હતી. ફિલ્મ "લાલો" ને આ મંચ પરથી 'શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ' (Best Gujarati Film) નો પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં અદભુત પ્રદર્શન કરનાર અને પડદા પાછળ કામ કરનાર દરેક ટેકનિશિયન તથા કલાકારોની મહેનતને બિરદાવીને ટીમના તમામ સભ્યોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આયોજકોનો આભાર સંદેશ: કાર્યક્રમના અંતે આયોજક અંકિત ભાટવાણી, કેયુરસિંહ અને મિતલ શાહ તમામ મહેમાનો, કલાકારો અને આણંદની જનતાનો આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. રાત્રાણી ફૂડ ઝોન ખાતે યોજાયેલો આ સમારોહ વર્ષ ૨૦૨૬ નો આણંદ પંથકનો સૌથી યાદગાર અને ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ બની રહ્યો હતો.  રિપોર્ટ બાય યોગેશ પંચાલ અમદાવાદ 



0/Post a Comment/Comments

Domain