અંજારમાં કાજલબેન આસોડિયાને વિશિષ્ટ સિદ્ધિ એવોર્ડથી સન્માનિત કરાયા
અંજાર, તા. ૬ જૂન ૨૦૨૬ : અંજાર ટાઉન હોલ ખાતે હાર્મની આર્ટ્સ એન્ડ કલ્ચર દ્વારા વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર પ્રતિભાશાળી વ્યક્તિઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંજારના કાજલબેન આસોડિયાને તેમના વિશિષ્ટ યોગદાન અને સિદ્ધિઓ બદલ વિશિષ્ટ સિદ્ધિ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. જાણીતા ગાયક નંદલાલ છાંગા અને રમેશભાઈ ભટ્ટના હસ્તે કાજલબેન આસોડિયાને ટ્રોફી, સન્માનપત્ર, મેડલ તથા શાલ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સમગ્ર આયોજન હાર્મની આર્ટ્સ એન્ડ કલ્ચરના સંજયભાઈ શાહ તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રના મહાનુભાવો, કલાકારો અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાજલબેન આસોડિયાના આ સન્માનથી તેમના પરિવારજનો, મિત્રો તેમજ શુભેચ્છકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી.

Post a Comment