અંજારની નટરાજ ડાન્સ એકેડેમીને રાષ્ટ્રીય કક્ષાએ ભવ્ય સફળતા
અંજાર ખાતે આવેલી નટરાજ ડાન્સ એકેડેમીની સંચાલિકા શ્રીમતી રાધિકા સાહિલ પઢીયારના માર્ગદર્શન હેઠળ દેહરાદૂન ખાતે તા. 4 થી 7 જૂન, 2026 દરમિયાન યોજાયેલી ઓલ ઇન્ડિયા નેશનલ ડાન્સ કોમ્પિટિશનમાં અંજાર શહેરની 26 નૃત્યાંગનાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધામાં નટરાજ ડાન્સ એકેડેમી દ્વારા કુલ 22 નૃત્ય કૃતિઓની રજૂઆત કરવામાં આવી હતી. જેમાં સેમી ક્લાસિકલ, ફોક અને ફ્રી સ્ટાઇલ જેવા વિવિધ નૃત્ય પ્રકારોની આકર્ષક પ્રસ્તુતિ કરવામાં આવી હતી. ગૌરવની વાત એ છે કે એકેડેમીની તમામ 22 કૃતિઓ વિજેતા બની હતી. જેમાં પ્રથમ ક્રમે 11 પુરસ્કારો, દ્વિતીય ક્રમે 9 પુરસ્કારો અને તૃતીય ક્રમે 2 પુરસ્કારો પ્રાપ્ત થયા હતા. આ ઉપરાંત, એકેડેમીની સંચાલિકા શ્રીમતી રાધિકા સાહિલ પડિયારને “ગુરુ સન્માન” એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જે સમગ્ર અંજાર શહેર માટે ગૌરવની બાબત છે. નટરાજ ડાન્સ એકેડેમીએ અત્યાર સુધીમાં કુલ 205 રાષ્ટ્રીય પુરસ્કારો પ્રાપ્ત કર્યા છે.
આ સ્પર્ધામાં ભાગ લેનાર નૃત્યાંગનાઓમાં આરુષી પ્રજાપતિ, અનાહિતા આબચુંગ, કૃતિકા આબચુંગ, આસ્થા સોલંકી, શિખા પરમાર, જુહી પરમાર, ચેતાંશી પરમાર, ધ્રુવિષા બાલદાનિયા, ધ્યાના ધીલા, હાર્વી માલસાતર, જાનકી શાહ, કાવ્યા વેગડ, ગુરપ્રીત કૌર, વિધિ ચૌહાણ,કૃષ્ણા પંડ્યા, કૃપાલી જાની, માહી મારુ, પહેલ જાની, પ્રાપ્તિ ખત્રી, આર્યાગના જેઠવા, રિશિકા ચૌહાણ, રીત વરુ, શિવાંગી પંડ્યા, વૈશાલી ભટ્ટ, વિધિ ચૌહાણ, વિશ્વા પરમાર તથા અન્ય નૃત્યાંગનાઓનો સમાવેશ થાય છે. તમામ નૃત્યાંગનાઓને ખૂબ ખૂબ અભિનંદન.
નટરાજ ડાન્સ એકેડેમીની સંચાલિકા રાધિકા બહેનના જણાવ્યા અનુસાર તમામ નૃત્યાંગનાઓએ આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે સતત બે મહિનાથી સખત મહેનત અને નિયમિત પ્રેક્ટિસ કરી હતી, જેના પરિણામે આ ભવ્ય સફળતા પ્રાપ્ત થઈ છે. ઉલ્લેખનીય છે કે રાધિકા બહેનને અગાઉ પણ ગુરુમણી એવોર્ડ, નૃત્ય વિભૂષણ એવોર્ડ, નેશનલ નૃત્યશ્રી એવોર્ડ, હેમચંદ સંતાણી એવોર્ડ, શ્રેષ્ઠ ગુરુ આચાર્યશ્રી એવોર્ડ, નૃત્ય સાધિકા એવોર્ડ તથા પ્રિયદર્શની એવોર્ડ જેવા અનેક પ્રતિષ્ઠિત સન્માનોથી નવાજવામાં આવ્યા છે.


Post a Comment