દાંતા ઇન્દિરા નગર પ્રાથમિક શાળાના સંચાલક શ્રી ડાયાભાઈ શ્રીમાળીના નિવાસસ્થાને સ્નેહમિલન ફંકશન યોજાયું: સંચાલકો, MDM સ્ટાફ અને સગા વાલાઓ લીધો ભાગ

દાંતા ઇન્દિરા નગર પ્રાથમિક શાળાના સંચાલક શ્રી ડાયાભાઈ શ્રીમાળીના નિવાસસ્થાને સ્નેહમિલન ફંકશન યોજાયું: સંચાલકો, MDM સ્ટાફ અને સગા વાલાઓ લીધો ભાગ


દાંતા ઇન્દિરા નગર પ્રાથમિક શાળામાં સંચાલક મંડળના સભ્ય તરીકે ફરજ બજાવતા શ્રી ડાયાભાઈ શ્રીમાળી દ્વારા તેમના નિવાસસ્થાને આયોજન કરવામાં આવ્યું  આ ફંકશનમાં શાળાના આચાર્ય, સંચાલક મંડળના અન્ય સભ્યો, તમામ શિક્ષકગણ, મધ્યાહન ભોજન - MDM યોજનાનો સ્ટાફ, શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો અને મોટી સંખ્યામાં તેમના  સગા-વાલાઓ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી ડાયાભાઈ શ્રીમાળી એ જણાવ્યું કે, "શાળા એક પરિવાર છે અને પરિવારના સભ્યો વચ્ચે લાગણીનો સેતુ મજબૂત બને તે હેતુથી મારા ઘરે આ નાનકડા કાર્યક્રમનું આયોજન કર્યું છે. શિક્ષકો, MDM બહેનો અને વાલીઓના સહકારથી જ શાળા પ્રગતિ કરી શકે છે." કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત શિક્ષકોએ શાળાના વિકાસ માટે શ્રી ડાયાભાઈએ આપેલા સહકારને બિરદાવ્યો હતો. MDM સ્ટાફની બહેનોએ કહ્યું કે, "ડાયાભાઈ હંમેશા અમારા પ્રશ્નો સમજીને મદદરૂપ થાય છે. તેમના ઘરે બોલાવીને સન્માન આપ્યું એ અમારા માટે ગૌરવની વાત છે." 

વાલીઓએ પણ શાળાના કામોમાં સંચાલક તરીકેની તેમની સક્રિયતાની સરાહના કરી હતી. કાર્યક્રમમાં શાળાના ભવિષ્યના આયોજનો અને બાળકોના અભ્યાસ અંગે ચર્ચા-વિચારણા પણ કરવામાં આવી હતી.કાર્યક્રમના અંતે શ્રી ડાયાભાઈ શ્રીમાળી પરિવાર દ્વારા સૌ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ આત્મીયતા અને લાગણીસભર માહોલમાં સંપન્ન થયો હતો. અહેવાલ ગોવિંદ ઠાકોર દાંતા

0/Post a Comment/Comments

Domain