"જાગૃત નાગરિક રેખાબેન પ્રજાપતિના RTIથી ગાંધીધામ મહાનગરપાલિકામાં ખળભળાટ! હવે જવાબ આપશે કે સવાલો દબાવશે?"
"લાઇટના થાંભલા પર વાયર અને જાહેરાત બોર્ડનો ખેલ! રેખાબેન પ્રજાપતિએ RTIથી માંગ્યો આખો હિસાબ
"ગાંધીધામ મહાનગરપાલિકા પારદર્શિતા સાબિત કરશે કે RTI અરજીને ઠંડા બસ્તામાં ધકેલી દેશે? રેખાબેન પ્રજાપતિના સવાલો પર સૌની નજર"
ગાંધીધામના જાગૃત નાગરિક રેખાબેન રામજીભાઈ પ્રજાપતિ દ્વારા માહિતીના અધિકાર અધિનિયમ, 2005 હેઠળ ગાંધીધામ મહાનગરપાલિકા સમક્ષ RTI અરજી કરીને શહેરના રવિન્દ્રનાથ ટાગોર માર્ગ પર આવેલા લાઇટના થાંભલાઓ પર લગાવાયેલા વાયર અને જાહેરાત બોર્ડ અંગે મહત્વપૂર્ણ માહિતી માંગવામાં આવી છે
અરજીમાં પૂછવામાં આવ્યું છે કે ગાંધીધામથી આદિપુર વચ્ચે આવેલા રવિન્દ્રનાથ ટાગોર માર્ગ પર કેટલા લાઇટના થાંભલા છે, તેની જાળવણી માટે કયા અધિકારી જવાબદાર છે, થાંભલાઓ પર વાયર અને જાહેરાત બોર્ડ લગાવનાર કંપનીનું નામ શું છે, તેને કયા અધિકારી દ્વારા પરવાનગી આપવામાં આવી છે અને તેના બદલામાં ગાંધીધામ મહાનગરપાલિકાને કેટલી આવક મળે છે.
આ ઉપરાંત, જો લાઇટના થાંભલા પર લગાવેલા વાયર અથવા જાહેરાત બોર્ડના કારણે કોઈ અકસ્માત કે જાનહાનિ થાય તો તેની જવાબદારી કોની રહેશે તેમજ સંબંધિત પરવાનગી, કરાર અને અન્ય દસ્તાવેજોની પ્રમાણિત નકલ પણ માંગવામાં આવી છે.
હવે શહેરમાં ચર્ચાનો વિષય એ બન્યો છે કે જાગૃત નાગરિક રેખાબેન પ્રજાપતિ દ્વારા ઉઠાવવામાં આવેલા આ જાહેર હિતના પ્રશ્નોના જવાબ ગાંધીધામ મહાનગરપાલિકા કાયદાકીય સમયમર્યાદામાં આપશે કે પછી આ અરજીને પણ ઠંડા બસ્તામાં ધકેલી દેવામાં આવશે?
જાહેર હિતમાં પૂછાયેલા આ સવાલોના જવાબની હવે સમગ્ર શહેર આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યું છે.

Post a Comment