બનાસકાંઠા ડીસા પાટણ ચાર રસ્તા પર પોલીસને ખુલ્લી ચેલેન્જ આપતો નશામાં ધૂત દારૂડિયો - "તમે દારૂના હપ્તા લો છો"*
ડીસા ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ છે કે શું? એવો સવાલ ઊભો કરે તેવો એક શરમજનક વીડિયો હાલ ડીસામાં વાયરલ થયો છે. વીડિયોની અંદર સ્પષ્ટ દેખાય છે કે એક તરફ ડીસા પોલીસના જવાનો ઉભા છે. અને બીજી તરફ દારૂના નશામાં ધૂત એક દારૂડિયો બિન્દાસ રીતે આવીને પોલીસને જ કહે છે કે તમે દારૂના હપ્તા લો છો"*
લો બોલો! કાયદાનું રક્ષણ કરનાર પોલીસની સામે જ, પોલીસ ચોકી નજીક જ, એક દારૂડિયામાં આટલી હિંમત ક્યાંથી આવી?
આ ઘટના બે જ બાબતો સાબિત કરે છે.
1. ડીસામાં દારૂ ખુલ્લેઆમ વેચાય છે અને
2. પોલીસ-બુટલેગરનું ગઠબંધન એટલું મજબૂત છે કે દારૂડિયાને પણ તેની ખબર છે.
આ દ્રશ્ય જોઈને આજુબાજુના રાહદારીઓ પણ હચમચી ગયા અને આખો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો. સ્થાનિક લોકોનો આક્રોશ: ડીસા શહેરના નાગરિકોમાં ભારે રોષ ફેલાયો છે. લોકોનું કહેવું છે કે જો પોલીસ હપ્તા ન લેતી હોય તો દારૂડિયાની આટલી હિંમત કેવી? વર્ષોથી ડીસા અને આસપાસના વિસ્તારમાં દારૂના અડ્ડા બેફામ ચાલે છે. રેડ પડે છે, કેસ થાય છે, પણ ધંધો બંધ થતો નથી. કારણ સ્પષ્ટ છે.
![]() |
માંગ: ત્યારે ડીસા શહેરવાસીઓ જિલ્લા એસપી સાહેબ અને જિલ્લા વહીવટી તંત્રને માંગ કરે છે કે આ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે. વીડિયોમાં હપ્તાની વાત કરનાર શખ્સની સાથે સાથે જે પોલીસ કર્મચારીઓ ત્યાં હાજર હતા તેમની પણ પૂછપરછ થાય. જો આરોપો સાચા સાબિત થાય તો સંડોવાયેલા પોલીસ કર્મચારીઓ સામે તાત્કાલિક સસ્પેન્શન સહિતની શિક્ષાત્મક અને કડક કાર્યવાહી કરવામાં આવે. જેથી કાયદાનું શાસન જળવાય અને પ્રજાનો પોલીસ પરનો વિશ્વાસ પાછો આવે.


Post a Comment