બાદરગઢ નાં મંદિર નો હિસાબ પૂછવો પડ્યો ભારે!
બારવડીયા પરિવારના ચાર શખ્સો સામે મારામારી-જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ..
બાદરગઢ ગામે બારવડીયા પરિવારના બઉચર માતાજીના મંદિરના ખર્ચના હિસાબ અંગે સવાલ પૂછતાં મામલો ઉગ્ર બન્યો હોવાની ઘટના સામે આવી છે. હિસાબ માંગનાર શૈલેષભાઈ બારવડીયા સાથે ચાર શખ્સોએ ગાળાગાળી કરી ધક્કા-મુક્કી અને ધીકાપાટુનો માર માર્યો હોવાનો આક્ષેપ કરાયો છે. એટલું જ નહીં, ફરિયાદ કરશો તો જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ ગંભીર આરોપ મૂકાયો છે.
શૈલેષ ની ફરિયાદ મુજબ, તા. 30 જુલાઈના રોજ બાદરગઢ સમાજવાડી ખાતે બારવડીયા પરિવારની બેઠક દરમિયાન શૈલેષભાઈએ મંદિરના ખર્ચના હિસાબ અંગે કમિટીના પ્રમુખ માદેવા વેલા બારવડીયાને પૂછપરછ કરી હતી. હિસાબ અંગેનો સવાલ આરોપીઓને ન ગમતાં માદેવા વેલા બારવડીયા, માદેવા કેશા બારવડીયા, રત્ના કેશા બારવડીયા અને પ્રભુ અવચર બારવડીયાએ એકસાથે ફરિયાદીને ગાળો આપવાનું શરૂ કર્યું હતું ફરિયાદીએ ગાળો આપવાની ના પાડતાં ચારેયે મળીને ધક્કા-મુક્કી તથા ધીકાપાટુનો માર મારી ને કપડાં ફાડી નાખ્યા હોવાનો આક્ષેપ છે. દરમિયાન સમાજ નાં અન્ય ભાઈઓ વચ્ચે પડી ફરિયાદીને વધુ મારમાંથી બચાવ્યા હતા જોકે જતા જતા ફરિયાદી ને ‘ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશ’ની ધમકી!આપી હતી અને માદેવા કેશા બારવડીયાએ ફરિયાદી સામે પોલીસ ફરિયાદ કરશે તો ઘર બહાર નીકળવા જેવો નહીં રહેવા દેવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું જણાવ્યું હતું
મારામારીમાં ફરિયાદી ને ગંભીર મુઢ ઇજા થઈ હતી જેની રાપર પોલીસે કાયદેસર એફ આઈ આર નોંધી ને આરોપીઓ ની ધરપકડ કરવા સહિત ની કામગીરી હાથ ધરી હતી ગામ માં એકજ પરિવાર નાં લોકોં ધ્વરા મંદિરના હિસાબને લઈને શરૂ થયેલો વિવાદ પોલીસ ફરિયાદ સુધી પહોંચતા બાદરગઢમાં ચકચાર મચી હતી સમગ્ર મામલે રાપર પોલીસે BNS કલમ 115(2), 296(ખ), 351(3) અને 54 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટ ઠક્કર અનિલ રાપર કચ્છ

Post a Comment