ભચાઉ ફોટોગ્રાફર એસોસિયેશન દ્વારા બાળકોને શિક્ષણ સામગ્રી આપીને વર્લ્ડ ફોટોગ્રાફી ડે ની ઉજવણી કરાઇ

 ભચાઉ ફોટોગ્રાફર એસોસિયેશન દ્વારા  બાળકોને શિક્ષણ સામગ્રી આપીને વર્લ્ડ ફોટોગ્રાફી ડે ની ઉજવણી કરાઇ 

સેવા સાધનાના કૈલાશધામ સંસ્કાર કેન્દ્ર પર પ્રસિદ્ધ કથાકાર ડો. હરેશ્વરી મા ના હસ્તે શિક્ષણ કીટ અપાઈ 

19 ઓગસ્ટ એટલે વર્લ્ડ ફોટોગ્રાફી ડે તરીકે દુનિયા ના ફોટોગ્રાફરો આ દિવસે ઉજવણી કરે છે જેના ભાગરૂપે ભચાઉ ફોટોગ્રાફર એસોસિયન દ્વારા પણ વર્ડ ફોટોગ્રાફી દિવસ  ને લઈ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે ભચાઉના સંસ્કાર કેન્દ્રના બાળકોને શિક્ષણ ને લગતી સામગ્રી આપી વલ્ડ ફોટોગ્રાફી ડે ની ઉજવણી કરવામાં આવી સેવા સાધના કચ્છ દ્વારા ભચાઉમાં ચાલતા પાંચ સંસ્કાર કેન્દ્રો પર બાળકોને શિક્ષણ સાથે સંસ્કાર આપવાની કામગીરી શહેરના આગેવાનો દ્વારા આપવામાં આવે છે જેમાં કૈલાશધામ સંસ્કાર કેન્દ્ર પર આજે ભચાઉ ફોટોગ્રાફર એસોસિએશનના પ્રમુખ તેમજ ફોટોગ્રાફર મિત્રો દ્વારા સંસ્કાર કેન્દ્રમાં આવતા નાના ભૂલકાઓને અભ્યાસને લગતી સામગ્રી આપવામાં આવી હતી શિક્ષણ ને લગતી અભ્યાસ સામગ્રી ડો. હરેશ્વરી દેવીમાં ના રસ્તે નાના ભૂલકાઓને અર્પણ કરવામાં આવી હતી

 આ પ્રસંગે ડો. હરેશ્વરી દેવીમાંએ ભચાઉ ફોટોગ્રાફર એસોસીએશનના ઉમદા કાર્યને આશીર્વાદ આપતા જણાવ્યું કે ફોટોગ્રાફરો દ્વારા સમાજ ઉપયોગી કાર્ય શ્રેષ્ઠ કહી શકાય અને વિશ્વ ફોટોગ્રાફર દિવસના કરાયેલા આ સેવા કાર્ય પર હું મારી પ્રસન્નતા અને આશીર્વાદ આપું છું  ભચાઉ ફોટોગ્રાફર એસોસિએશન અને સેવા કેન્દ્રના કાર્યકર્તાઓ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું - અહેવાલ અલ્પેશ પ્રજાપતિ ભચાઉ

0/Post a Comment/Comments

Domain