ભચાઉ નજીક બે વર્ષ થી ફસાયેલ બિલાડી ને રેસક્યુ ટીમ દ્વારા બચાવ કામગીરી કરાઈ
તારીખ 19/08/2026 ના સાંજે 4 વાગ્યા ની આસ પાસ જયપાલસિંહ જાડેજા મામા ધામ વાળા નો ભચાઉ ફાયર ટીમ ને કોલ આવતા કે ભચાઉ ના રેલવે ફાટક પાસે આવેલ તેમની વાડી ના કુવા માં 2 વર્ષ અગાઉ જે બિલાડી 100 થી વધારે ઊંડા કૂવા માં પડી ગઈ હતી તે હજુ પણ અંદર છે અને જીવે છે તે સમય ફાયર ટીમ ને અંદર ઉતારવા ની ના પાડી હતી અને આજ કોલ મળતા એક મોટું પીંજરું બનાવાયું ભચાઉ ફાયર ટીમે અને રેસ્કયું હાથ ધર્યું હતું અને 30.મિનિટ માંજ સફળતા મળી હતી છેલ્લા બે વર્ષથી અંદર ફસાયેલ બિલાડી નું આજે સફળતા પૂર્વક રેસ્ક્યુ કર્યું હતું આ કામગીરીમાં ટીમ ઇન્ચાર્જ..પ્રવીણ દાફડા કુલદીપ ભાઈ શક્તિ સિંહ જોડાયા હતા - અહેવાલ - અલ્પેશ જી. પ્રજાપતિ ભચાઉ

Post a Comment