ડીસા પાલનપુર હાઈવે પર શાકભાજી ભરેલ પીક્અપ ગાડી મારી પલટી
ડીસા પાલનપુર હાઈવે પર શાકભાજી ભરેલ પીકઅપ ગાડીએ પલટી મારતા પીકઅપ ગાડીને મોટું નુકસાન થવા પામેલ જ્યારે ડ્રાઇવર નો આબાદ બચાવ થયો
જ્યારે મળતી માહિતી મુજબ પાલનપુર થી ડીસા તરફ આવતા ચંડીસર થી આગળ અગાઉ ઓઈલ ભરેલ ટેન્કર પલટી મારેલ ત્યારે ઓઇલ રોડ પર ઢોળતા હાઇવે પર ચિકાસ જામી ગયેલ ત્યારે હાઇવે ઓથોરિટી દ્વારા આ રસ્તા ઉપર ચિકાસ દૂર ન કરતા સાસવારે નાના-મોટા અકસ્માત થતા હોય છે ત્યારે જોવા જઈએ તો એ જગ્યાની આજુબાજુ ત્રણ મહિનાની અંદર 15 થી 20 બાઈક સવારો સ્લીપ ખાઈ ગયેલ જ્યારે બે લોકો મોત ને ભેટ્યા હતા અને નાના મોટા અનેક અકસ્માતો થવા પામેલ છે ત્યારે હાઇવે ઓથોરિટી આ રસ્તાને સમારકામ ક્યારે કરશે જ્યારે જવાબદારી હાઇવે ઓથોરિટીની છે કે કોની તે જોવાનું રહ્યું
![]() |
આજે વહેલી સવારે રાજસ્થાન ના પુષ્કરથી વટાણા ભરીને આવતી પીકઅપ ગાડી નંબર RJ 01 GC 3602 પાલનપુર થી ડીસા રોડ ઉપર માળવાપુરા પાટિયા પાસે સવાર ના પરોઢિયે સામાન્ય વરસાદ જેવો વાતાવરણ હોવાથી રોડ પર ચિકાસ વધી ગયેલ ત્યારે ગાડી ચાલકે રોડ વચ્ચે સાંઢ આવતા બ્રેક મારવાથી સ્લીપ ખાઈ જતા પલટી ખાઈ ગઈ હતી અને શાકભાજી તથા પીકઅપ ગાડીને મોટું નુકસાન થવા પામ્યો હતો જ્યારે ડ્રાઇવર ગ્યાનચંદ રાવત ને સામાન્ય ઈજા થવાથી 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા


Post a Comment