કચ્છ પ્રજાપતિ સમાજ વડોદરા દ્વારા સ્નેહમિલન અને વિદ્યાર્થી પુરસ્કાર સમારોહ યોજાયો
વડોદરા, તા. ૭ જૂન ૨૦૨૬ (રવિવાર): કચ્છ પ્રજાપતિ સમાજ વડોદરા દ્વારા સ્નેહમિલન તેમજ તેજસ્વી વિદ્યાર્થી પુરસ્કાર વિતરણ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહનરૂપે પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ઉપસ્થિત સૌએ આનંદ માણ્યો હતો.
આ સ્નેહમિલન કાર્યક્રમમાં શહેર તેમજ બહારગામથી વિશિષ્ટ મહેમાનો અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં અર્જુનભાઈ રાફુસા, ધીરુભાઈ ચોનાણી (આણંદ), સુરેશ ઓઝા, લીલાવતીબેન તથા દિલીપભાઈ (અંજાર) અને ઇશ્વરભાઈ હ. ઓઝા (ભચાઉ) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજના પ્રમુખ કનુભાઈ ચોનાણી, મંત્રી કાન્તીભાઈ ગાંગાણી તેમજ યુવા ભાઈઓ-બહેનોની ટીમે અથાગ મહેનત કરી હતી. આ પ્રસંગે સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ અને વિદ્યાર્થીઓને આગળ વધવા માટે પ્રેરણા આપવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. અહેવાલ: અલ્પેશ પ્રજાપતિ, ભચાઉ







Post a Comment