દાંતા મા અસામાજિક તત્વો નો ત્રાસ, દારૂના નશામાં પત્રકાર પર હુમલો કરતા સીસીટીવી મા કેદ
દાંતા NSUI ના પ્રમુખ અર્જુન સોલંકીએ સ્થાનિક પત્રકાર પર કર્યો હુમલો
સ્થાનિક પોલીસ આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરે તેવી પત્રકારો મા માંગ ઉઠી
બનાસકાંઠાના દાંતા મા દિનપ્રતિદિન અસામાજિક તત્વોનો ત્રાસ વધતો જોવા મળી રહ્યો છે તેવામાં દાંતા ની એક ઘટના સામે આવી છે જેમાં હાલમાં દાંતા મામલતદાર કચેરી મા ફરજ બજાવતા અર્જુન સોલંકી દ્વારા દાંતા ના એક સ્થાનિક પત્રકાર પર દારૂના નશામાં રાત્રી દરમ્યાન હુંમલો કર્યો હતો ત્યારે ત્યાં લાગેલા સીસીટીવી કેમેરા મા આખી ઘટના કેદ થઈ હતી.જ્યારે આ પ્રકારે કર્મચારી નશાની હાલતમાં પત્રકાર સાથે દાદાગીરી કરવી તે કેટલું યોગ્ય કહેવાય? ત્યારે તંત્ર દ્વારા પણ આવા લોકો સામે કડક કાર્યવાહી કરી સમાજમાં દાખલો બેસે તેવી માંગ પણ ઉઠી રહી છે તેવામાં ચોથા સ્થંભ પર આ પ્રકારે હુમલાની ઘટનાને સ્થાનિક લોકોએ પણ વખોડી કાઢી હતી નશામાં ધૂત રહી રહી દાદાગીરી કરનાર સામે કાર્યવાહી કરવા પત્રકારોની માંગ ઉઠી.

Post a Comment