ડીસાના રેલવેસ્ટેશન વિસ્તાર મા તંત્ર ની ઘોર બેદરકારી આવી સામે અનેક રજૂઆતો તેમ છતાં તંત્ર મૌન

ડીસાના રેલવેસ્ટેશન વિસ્તાર મા તંત્ર ની ઘોર બેદરકારી આવી સામે અનેક રજૂઆતો તેમ છતાં તંત્ર મૌન

ડીસા શહેરના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં ઘણા વર્ષોથી પાણીની ટાંકી પર સ્લેબ તૂટીલી હાલત મા 

સ્લેબ તૂટી ગયા બાદ ટાંકુ ખુલ્લું રહેતા પાણી થઇ રયું છે અશુદ્ધ

ડીસાના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં પાણીની ટાંકી ઉપરનો સ્લેબ તૂટી ટાંકીના પાણીમાંજ ગરકાવ થયો છે આ પાણીની ટાંકી વર્ષો જૂની છે હાલ ઉપરના ભાગમાં સ્લેબ તૂટી પડતા નાના મોટા જીવજંતુઓ તેમજ મોટા પ્રમાણમાં ડસ્ટ જઇ રહી છે તેના કારણે લોકો માં બીમારી ફેલાવાની શક્યતા જોવા મળી રહી છે.આ વિસ્તારમાં ઘણી ખરી  સોસાયટીઓ માં પીવાનું પાણી સપ્લાય થાય છે અંદાજે એક લાખ લોકોને પાણી મળી રહે છે જ્યારે આ બાબતે પાણીપુરવઠા વિભાગ ઘોર નિંદ્રા માં હોય એવુ લાગી રયું છે 

પાણીની ટાંકી પર સ્લેબ તૂટવાથી ધૂળ, ડસ્ટ ઉડીને પાણીમાં ભળી રહી છે જેના કારણે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે આ બાબતે કાયમી નિકાલ નહીં આવે તો સ્થાનિક લોકો દ્વારા ઉચ્ચ ક્ક્ષાએ રજુઆત કરાશે


0/Post a Comment/Comments

Domain