અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ગુજરાત દ્વારા આયોજિત
ડૉ એ.પી.જે. કલામ ઓનલાઇન મેગા ક્વિઝમાં ક્ચ્છના ધો.૧૦ના વિધાર્થીઓ પણ ભાગ લેશે
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ શિક્ષકો તેમજ શિક્ષણના હિતની સાથોસાથ રાષ્ટ્ર હિત અને સમાજ હિતની સતત ચિંતા અને કાર્ય કરતું એક રાષ્ટ્ર વ્યાપી તેમજ રાષ્ટ્ર વાદી સંગઠન છે. આ સંગઠન દ્વારા ધો-10 બોર્ડના ગુજરાતી માધ્યમના સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ડૉ એ.પી.જે. કલામ ઓનલાઇન મેગા ક્વિઝનુ આયોજન કરવામાં આવેલ છ
આગામી તા-૨૫/૦૨/૨૪ - રવિવારના રોજ સવારે ૯:૩૦ કલાકે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના માધ્યમથી સમગ્ર ગુજરાતમાં ડૉ.એ.પી.જે. કલામ મેગા ઓનલાઈન પરીક્ષા યોજાવાની છે, તે અંતર્ગત રાજ્યના તમામ ૩૩ જિલ્લાના અને અમદાવાદ, વડોદરા અને સુરત શહેર મળી કુલ ૩૬ સંયોજકોની નિમણૂક કરવામાં આવેલ છે. સમગ્ર ગુજરાતમાં આ ક્વિઝની લિંક વોટ્સ એપ તેમજ સોસીયલ મિડીઆના માધ્યમથી સંયોજકો દ્વારા મહતમ શૈક્ષણિક ગ્રુપમાં શેર કરવામાં આવેલ છે.
આ આયોજનના ભાગ રુપ સમગ્ર પરીક્ષાના સંકલન કર્તા તેમજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત આચાર્ય ગ્રાન્ટેડ સંવર્ગ સહસંગઠન મંત્રી તરુણભાઇ વ્યાસ માર્ગદર્શકની ભૂમિકા ભજવી રહ્યા છે. જે મુજબ ગુજરાતના કુલ ૩૬ સ્થળો પર આ પરીક્ષા યોજાશે, જેમાં ગુજરાતના ધોરણ ૧૦માં ભણતા પાંચ લાખથી વધુ વિધાર્થીઓ ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન તેમજ ગુજરાતી વિષયની પરીક્ષાઓ લેવાશે.
આ માટેનુ પેપર ૧૨૫ ગુણનુ રહેશે. જેમા પાંચેય વિષયના ૨૫-૨૫ એમ.સી.ક્યુ. પૂછવામાં આવશે. આ પ્રકારની ક્વિઝની પૂર્વ તૈયારીનુ પૂર્વ આયોજન રાજ્યના ઓનલાઈન પરીક્ષાના મુખ્ય સંયોજક મનીષભાઈ વિંઝુડા કરી રહ્યા છે. તેઓએ ભૂતકાળમાં પણ આ પ્રકારની જિલ્લા કક્ષાએ પ્રસંશનીય કામગીરી કરેલ છે અને રાજ્ય ઓનલાઈન ક્વિઝ બાબતની ટેક્નિકલ વ્યવસ્થા પણ સંભાળી રહ્યા છે.
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત માધ્યમિક ગ્રાન્ટેડ સંવર્ગ સહસંગઠન મંત્રી તેમજ કચ્છ જિલ્લા અધ્યક્ષ અલ્પેશભાઈ જાની કચ્છ જીલ્લામાં ઓનલાઈન ક્વિઝના સંયોજક તરીકેની સેવા આપી રહેલ છે.

Post a Comment