મક્કા અને મદિના શરીફ હજના સમયે ઈન્ડિગો એરલાઇન્સ સમક્ષ સમગ્ર ગુજરાતમાં ના હાજી સાહેબો નું લગેજ વધારવા માટે લડત ની શરૂઆત કરતા ઉમરદરાજ ચશ્માવાલા
પવિત્ર હજ અને ઉમરાહ યાત્રાથી ઈન્ડિગો એરલાઈન્સ કંપનીના વિમાનમાં જિદ્દા થી ભારત આવતા હાજી સાહેબોની લગેજ મર્યાદા ઝમ ઝમ ની સાથે 30 છે જેને વધારી ઝમ ઝમ સિવાય 30 કિલો વજન મર્યાદા કરવા ઉંમરદરાઝ ચશ્માવાલા દ્વારા ઈન્ડિગો એરલાઈન્સ ને લેખીત રજૂઆત કરવામાં આવી અને તેની નકલ સમગ્ર ભારતની તમામ હજ કમીટીના ચેરમેનને રવાના કરવામાં આવી.
સમગ્ર ભારત દેશથી આખા વર્ષ દરમિયાન લાખોની સંખ્યામાં મુસ્લિમ લોકો પવિત્ર હજ અને ઉમરાહ યાત્રા માટે જાય છે. અને મક્કાની પવિત્ર ધરતીથી ઝમ ઝમનું વિષય પ્રસિદ્ધ પાણી પ્રસાદ સ્વરુપે લોકો સમગ્ર વિશ્વમા લઈ જતા હોય છે.
અને આમ તો દરેક વિમાન કંપનીના પોતાના નીતિ નિયમ તેમજ ધરા ધોરણ હોય છે, પરંતુ તેનાથી યાત્રીઓને ઘણી વખતે હાલાકી ભોગવવી પડતી હોય છે.
ઈન્ડિગો સિવાય મોટા ભાગની વિમાની કંપનીઓ 30 લગેજ ઉપરાંત 5 કિલો ઝમ ઝમ ની છૂટ આપતા હોય છે. પરંતુ ઈન્ડિગો એરલાઈન્સમાં 30 લગેજની વજન મર્યાદા માંજ ઝમ ઝમ પણ ગણવામાં આવે છે. જેના લીધે હાજી સાહેબોને ઘણી તકલીફો પડે છે અને છેલ્લા અમુક સમયથી ઘણા લોકોએ આ કારણસર ઈન્ડિગોની ફ્લાઈટ મારફતે મુસાફરી કરવાનું બંધ અથવા ખુબ ઓછું કરી દીધેલ છે.
જેથી પવિત્ર હજ અને ઉમરાહની યાત્રાએ જનાર લોકોને પુરે પૂરો 30 લગેજ લાવવાની છૂટ આપવામાં આવે અને અન્ય કંપનીઓની જેમ ઝમ ઝમ ના પવિત્ર પાણીની ગણત્રી રેગ્યુલર 30 લગેજમાં કરવામાં ન આવે તે માટે ઉમરદરાઝ ચશ્માવાલા દ્વારા ઈન્ડિગો એરલાઈન્સને પત્ર લખી વિસ્તૃત લેખિત રજૂઆત કરેલ છે તેમજ આ પત્રની નકલ સમગ્ર ભારત દેશની તમામ હજ કમીટીના ચેરમેનશ્રીઓને રવાના કરી જુદા થી ભારત આવતી ઈન્ડિગોની તમામ ફ્લાઈટોમાં વેહલીતકે આ સુવિધા આપવા વિનંતી કરેલ છે.
તેમજ ચશ્માવાલા દ્વારા અખબારી યાદીમાં એવુ પણ જણાવેલ છે કે જો આ બાબતે ઈન્ડિગો એરલાઈન્સ તરફથી વેહલીતકે કોઈ યોગ્ય અને સંતોષકારક વળતો જવાબ નહી મળે તો તેઓ ટુર ઓપરેટર લોકો સાથે સંપર્ક કરી આ અંગે ગાંધી ચિંધ્ય માર્ગે આગળ વધશે અને ભારત દેશના હાજીઓને બીજી એરલાઈન્સ કંપનીની જેમ ઈન્ડિગોમાં પણ 30 કિલો વજન સિવાય ઝમ ઝમ લાવવા દેવામાં આવે તે માટે લડત લડવામાં આવશે - રીપોટર ફારૂક મેમણ ખેરાલુ

Post a Comment