ડીસામાંથી SOGની ટીમે 1.13 લાખના ડ્રગ્સ સાથે પેડલરને ઝડપી પાડ્યો, ભાડાનું મકાન રાખી કરતો હેરાફેરી

ડીસામાંથી SOGની ટીમે 1.13 લાખના ડ્રગ્સ સાથે પેડલરને ઝડપી પાડ્યો, ભાડાનું મકાન રાખી કરતો હેરાફેરી

ડીસા શહેરમાં ડ્રગ્સની હેરાફેરી કરતો શખ્સને SOGએ ઝડપી પાડ઼યો છે. SOG એ યુવક વિપુલ ગંગારામ વણોદ પાસેથી 18.27 ગ્રામ પ્રતિબંધિત ડ્રગ્સને જપ્ત કર્યુ છે. આંતરરાષ્ટ્રીય બજાર કિંમત મુજબ આ ડ્રગ્સ અંદાજે 1.13 લાખ રુપિયાનું હોવાનું માનવામાં આવી રહ્યું છે. મૂળ સૂઇ ગામના કુંભારખા ગામના વિપુલ વણોદને SOG ઝડપી લઇ તેના 3 મોબાઇલ ફોન જપ્ત કર્યા છે.

મોબાઈલ ફોનના આધારે આરોપી વિપુલ વણોદ ડ્રગ્સ ક્યાંથી લાવતો હતો અને કોને કોને વેચાણ કરતો હતો, એ દિશામાં તપાસ શરુ કરવામાં આવી છે. સુઈગામ કુંભારખા ગામનો યુવક ડીસામાં યુવાનોને ડ્રગ્સના રવાડે ચડાવતો હતો. આરોપી ડીસાના રામનગરની સોસાયટીમાં ભાડે મકાન રાખીને ડ્રગ્સની હેરાફેરી કરતો હતો.



0/Post a Comment/Comments

Domain