આગામી ૬ માર્ચના રોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પ્રેરિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચો-કચ્છ ઓ.પી.એસ. માટે પેન ડાઉન, ચોક ડાઉન, ઓનલાઇન કામગીરી સટ ડાઉન તેમજ મહા મતદાન કરી નવતર આંદોલન કરશે..

આગામી ૬ માર્ચના રોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પ્રેરિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચો-કચ્છ ઓ.પી.એસ. માટે પેન ડાઉન, ચોક ડાઉન, ઓનલાઇન કામગીરી સટ ડાઉન તેમજ મહા મતદાન કરી નવતર આંદોલન કરશે..

આંદોલનના આગોતરા આયોજન રુપ કચ્છ જિલ્લામાં ઓનલાઇન બેઠકનુ આયોજન કરવામાં આવ્યું

જુની પેન્શન યોજના અને અન્ય પડતર પ્રશ્નો માટે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પ્રેરિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચો- ગુજરાત દ્વારા  ફરીથી આંદોલન કરવાની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે રાષ્ટ્રીય સંયુક્ત મોરચો કચ્છ દ્વારા તમામ પાંચ સંવર્ગના પદાધિકારીઓ સાથે આંદોલનના આગોતરા આયોજન રુપ ૨જી માર્ચ શનિવાર ના રોજ એક ઓનલાઇન બેઠક મળી હતી.

આ બેઠકમાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક સરકારી તેમજ ગ્રાન્ટેડ અને એચ.ટાટ સંવર્ગના તમામ જવાબદાર કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી આગામી 6 માર્ચના રોજ પેન ડાઉન, ચોક ડાઉન કરી અને ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર એટલે સટ ડાઉન કરી કર્મચારીઓ દ્વારા સમગ્ર કચ્છના દશે દશ તાલુકાઓમાં મહા મતદાન કરવામાં આવશે તેવું આયોજન કરવામાં આવેલ હતુ. ૬ માર્ચના રોજ મતદાન બૂથ બનાવી અલગ અલગ ટીમ દ્વારા મતદાન કામગીરી કરવામાં આવશે. શિક્ષકો પોતાના પ્રશ્નો મત આપી રજુઆત કરશે. મતદાન કાર્ય પૂર્ણ થયા બાદ મત ગણતરી કરી રાજ્ય સરકાર ને રજૂ કરવામાં આવશે એ મુજબનુ માઇક્રો પ્લાનિંગ કરવામાં આવેલ હતુ. જો સરકાર કર્મચારીઓ તેમજ શિક્ષકની લાગણી અને માંગણી નહી સ્વીકારે તો આગામી ૯ મી માર્ચના રોજ ગાંધીનગર મુકામે યોજાનારી મહાપંચાયતમાં જોડાઈ ને આંદોલનને ઉગ્ર બનાવવાનું આયોજન પણ જિલ્લા બેઠકમાં કરવામાં આવેલ હતુ. 

આ તકે પ્રાથમિક સરકારી અધ્યક્ષ રામસંગજી જાડેજા, મહામંત્રી રમેશભાઈ ગાગલ, ઉપાધ્યક્ષ ભરતભાઈ ધરજીયા, સહ મંત્રી કાંતિભાઈ રોઝ, માનસંગજી બોઆ, કોષાધ્યક્ષ વાલજીભાઈ મહેશ્વરી, માધ્યમિક ગ્રાન્ટેડ અધ્યક્ષ અલ્પેશભાઈ જાની, મહામંત્રી ધર્મેન્દ્રભાઈ પરમાર, મહિલા મંત્રી ડૉ પૂજાબેન જોષી, ઉપાધ્યક્ષ સુનિલભાઇ મહેશ્વરી, મંત્રી હરિભાઈ ગઢવી, પ્રાથમિક ગ્રાન્ટેડ અધ્યક્ષ કલ્પેશભાઇ ચૌધરી, મહામંત્રી હિતેશભાઇ સોલંકી, એચ.ટાટ અધ્યક્ષ ભરતભાઈ ભુરિયા, સરકારી માધ્યમિક કોષાધ્યક્ષ અમોલભાઈ ધોળકીયા, જિલ્લા પ્રચાર પ્રમુખ નરેન્દ્રભાઈ રામનુજ, પુનશીભાઈ ગઢવી તેમજ તમામ સંવર્ગના પદાધિકારીઓ, કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. એવુ ABRSM-કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક અધ્યક્ષ તેમજ પ્રાંત સહસંગઠન મંત્રી અલ્પેશભાઈ જાની ની યાદીમાં જણાવવામાં આવેલ છે.

0/Post a Comment/Comments

Domain