રાજકોટ મધ્યે ST.પાઉલ શૂટિંગ એકેડમી ખાતે એર પિસ્તોલ અને એર રાયફલ ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુંદરા રાયફલ એકેડેમી ના નારીશક્તિ એ મેળવ્યા ગોલ્ડ મેડલો
રાજકોટ ખાતે ST.પાઉલ શૂટિંગ એકેડમી ખાતે એર પિસ્તોલ અને એર રાયફલ ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતભર માંથી શુટરો એ ભાગ લીધો હતો જેમાં મુંદરા રાયફલ એકેડેમી માંથી પણ શુટેરો એ ભાગ લીધો હતો અને બે નારીશક્તિ એ ગોલ્ડ મેડલ મુંદરા તેમજ એકેડમી નું ગૌરવ વધાર્યુ હતું.
મુંદરા રાયફલ એકેડેમી માં ટ્રેનિંગ લઈ રહેલા સ્પર્ધકો માંથી નિયતી શાહ એ એર રાયફલ માં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો અને ખીમશ્રીબેન ગઢવી એ એર પિસ્તોલ માં ગોલ્ડ મેડલ મેળવી કચ્છ તેમજ મુંદરા રાયફલ એકેડેમી નું ગૌરવ વધાર્યુ હતું તે બદલ બંને નારીશક્તિઓ ને ઠેર ઠેર થી અભિનંદનો મળી રહ્યા છે.
સ્પોર્ટ્સ ના આ વિવિધ ક્ષેત્રોમાં નારીશક્તિ નું પ્રભુત્વ વધતા ની સાથે સાથે એર પીસ્તોલ અને એર રાયફલ ક્ષેત્રોમાં પણ નારીશક્તિઓ આગળ આવી છે અને પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે નારીશક્તિઓ આગળ આવી ને કચ્છ તેમજ મુંદરા રાયફલ એકેડેમી નું ગૌરવ વધાર્યુ છે ત્યારે મુંદરા રાયફલ એકેડેમી ના ઓનર જીજ્ઞા રાવલ દ્વારા પણ તેમના કૌશલ્ય અને સફળતાને વધાવી લેવામાં આવ્યું હતું.


Post a Comment