કચ્છ ના ભચાઉ માં ચોમાસામાં રોજી વગરના લોકો ની સામખિયાળી માં ઈલેક્ટ્રોથમૅ ઈન્ડિયાલીમીટેડ કંપની પાસે કરી માંગ પ્રદુષણ અટકે તેવી પણ માંગ

કચ્છ ના ભચાઉ માં  ચોમાસામાં રોજી વગરના લોકો ની સામખિયાળી માં ઈલેક્ટ્રોથમૅ ઈન્ડિયાલીમીટેડ કંપની પાસે કરી માંગ પ્રદુષણ અટકે તેવી પણ માંગ

ભચાઉ તાલુકા ના સામખીયારી મધ્યે આવેલ ઇલેક્ટ્રોથર્મ ઇન્ડીયા લીમીટેડ કંપની દ્વારા મોટી માત્રામાં પ્રદુષણ ફેલાવામાં આવી રહ્યો છે ગ્રામજનો તથા આજુબાજુના ખેડૂતો ની અવાર નવાર ફરીયાદો ઉઠતી હોય છે આજુબાજુ ની ખેતી જમીન માં ચોમાસા દરમિયાન મગ, મઠ, ગોવાળ, કોર્ડ, જેવા પાકો સંપુર્ણ નિષ્ફળ જાય છે. સામખીયારી વિસ્તાર ની જમીન કપીત પાણી વિના ની સુખી જમીન હોવાથી ખેડૂતો માત્ર એકજ પાક ચોમાસા દરમિયાન વરસાદી પાણી લેતા હોય છે અતિ ભારે પ્રદુષણ ના કારણે તે પાક સંપુર્ણ નિષ્ફળ જાય છે કંપની દ્વારા કેમિકલ્સ યુક્ત ધુમાડા થી ગામ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે ચીમની માંથી નિકળતો ધુમાડો એટલો ઝેરી છે કે રાત્રે દરમિયાન લોકો નેં સુવાસ લેવામાં તકલીફ પડી હોય છે. આજુબાજુ વિસ્તારમાં ચામડી ના રોગો નો મોટા પ્રમાણમાં વધારો થયો છે કંપની દ્વારા સ્થાનિકો ને પુરતા પ્રમાણમાં રોજગારી આપવામાં આવતી નથી સ્થાનિકો ને જેતે લોકો નેં રોજગારી આપવામાં આવે છે તે લોકો નેં પુરતો વેતન મળતું નથી માત્ર ૨૦૦ રૂપિયા હાજરી પ્રતિ દિન આપવામાં આવે છે 

મહિલા ઓ તથા વિકલાંગ વ્યક્તિઓને તો બીલકુલ રોજગારી નથી આવતી ઇલેક્ટ્રોથર્મ ઇન્ડીયા લીમીટેડ કંપની દ્વારા અંદર મોટા તળાવો બનાવી ને જેતે પાણી નો જથ્થો મોટા પ્રમાણમાં સંગ્રહ કરવામાં આવે છે તે પાણી કેમિકલ યુક્ત હોય છે તે સંગ્રહ કરીને ચોમાસા દરમિયાન વરસાદી પાણી સાથે વોકળા માં નિકાલ કરવામાં આવે છે તેના કારણે ચરીયાણ જમીનમાં ઘાસચારો ઊગતો નથી તેવી પશુપાલકો ની અવારનવાર ફરીયાદો આવતી હોય છે 

કંપની દ્વારા કામદારો માટે ફાયર સેફ્ટી ની વ્યવસ્થા બીલકુલ નહિવત છે D.I પાઇપ પ્લાન્ટ ભઠ્ઠીમાં ભુતકાળમાં કામદારો દાઝવાના કારણે ઘાયલ થયા હતા કંપની દ્વારા જેતે બાંધકામ કરવામાં આવ્યું છે તે બીલકુલ ઉધોગ વિભાગ ની ગાઇડ લાઇન પ્રમાણે નથી પતરા નું કાચું બાંધકામ હોવાથી ભવિષ્ય માં મોટી દુધટર્ના સર્જાઈ શકે છે આ કંપની માં ભુતકાળમાં ટેક્ષ ચોરી જેવા અનેક બનાવો બન્યા હતા હજી જે-તે જવાબદાર અધિકારીઓ નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો કરોડો રૂપિયા ની ટેક્ષ ચોરી જેવા બનાવો ચોક્કસ બહાર આવશે કંપની ની અંદર અનેક જમીન હેતુફેર કરવામાં આવી નથી અગાઉ પણ કંપની ના માલિક વિરુદ્ધ અપહરણ તથા ગોંધી રાખવા બાબતે ફરીયાદ નોંધાવી હતી દરેક સ્તરે ઈલેક્ટ્રોથરમ કંપની નિષ્ફળ જઇ છે આ સમગ્ર ઘટના ની Vigilance & C.I.D ક્રાઈમ જેવી નિષ્પક્ષ એજન્સી ઓ દ્વારા તપાસ કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે.આવનારા દિવસોમાં કંપની વિરૂધ્ધ યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આ બાબતે અમોએ મુખ્યમંત્રી શ્રી તથા કેન્દ્રીય ઉધોગ મંત્રીશ્રી સમક્ષ રજૂઆત કરવાની ફરજ પડશે આવનારા દિવસોમાં ET  કંપની  વિરુદ્ધ યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો સામખીયારી ગ્રામજનો ખેડૂતો માલધારીઓ સાથે પ્રાંત કચેરી સમક્ષ ધરણાં કરવામાં આપી ચીમકી.

0/Post a Comment/Comments

Domain