મુંદરાનગર ને હરિયાળું બનાવવા ના સંકલ્પ સાથે ભારત વિકાસ પરિષદ મુંદરા શાખા દ્વારા વૃક્ષારોપણ અભિયાન

 મુંદરાનગર ને  હરિયાળું બનાવવા ના સંકલ્પ સાથે ભારત વિકાસ પરિષદ મુંદરા શાખા દ્વારા વૃક્ષારોપણ અભિયાન


ભારત વિકાસ પરિષદ મુંદરા શાખા દ્વારા બારોઈ ગામ મધ્યે આવેલ પ્રાચીન શિવ મંદિર જ્યાં  શીતળા માતાજીનું  મંદિર પણ આવેલું છે તે મંદિર ના પરિસર માં વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણ દિવસ ની ઉજવણી ના ભાગરૂપે આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.

આ વૃક્ષારોપણ અભિયાન માં કચ્છના વાતાવરણ ને અનુરૂપ આવે તેવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું જેમાં લીમડો, પીપળો, આંબલી, વડ જેવા વૃક્ષો લગાડવામાં આવ્યા હતા જેની આયુષ્ય 200 વર્ષ થી વધારે હોય છે અને માનવજીવન માટે ખુબ ઉપયોગી વૃક્ષો છે અને પક્ષીઓ આ વૃક્ષો માં પોતાના માળા બાંધી ને રહે છે. અને પ્રકૃતિ માં વૃક્ષો નું ખુબ મોટું યોગદાન રહેલું છે.

મુંદરા શાખા ના પ્રમુખ શ્રી પરાગભાઇ સોમપુરા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે "રાષ્ટ્ર કી ઉન્નતિ કા હૈ સંકલ્પ હમારા"" સ્વસ્થ પર્યાવરણ કા લક્ષ્ય હમારા.."

આ સાથે આજે પરિવાર દ્વારા સૌ સાથે મળી વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવેલ હતું અને વૃક્ષારોપણ ની સાથે સાથે વિષ્ણુ સહસ્ત્ર પાઠ  કરી ત્યારબાદ મુંદરા શાખા પરિવાર દ્વારા વૃક્ષોનું વાવેતર કરી તે વૃક્ષો નું જતન થાય તે માટે પણ દરેક ને જવાબદારી સોંપવામાં આવી હતી અને આવનારા સમયમાં મુંદરા ને નંદનવન બનાવવા વિવિધ પ્રયાસો કરવામાં આવશે એવી નેમ વ્યક્ત કરવામાં  આવી હતી. 

આ વૃક્ષારોપણ અભિયાન માં મુંદરા શાખા ના પ્રમુખ શ્રી પરાગભાઇ સોમપુરા, પ્રાંતના સહમંત્રી ભૂષણભાઈ ભટ્ટ, મંત્રી કેતન પ્રજાપતિ, ઉપપ્રમુખ સ્નેહલભાઈ વ્યાસ, પ્રકલ્પ ના સંયોજક પ્રવીણભાઈ પટેલ, કુલદીપ મોડ, ભોજરાજભાઈ ગઢવી, મનોજ પરમાર, કપિલ વ્યાસ, નીરજભાઈ મહેતા, મંજુલ ભટ્ટ, નિર્મલસિંહ પરમાર, નીતિનભાઈ ચાવડા, દાતાશ્રી ગોવિંદભાઈ સુથાર,  મહિલા સંયોજીકા પ્રિયંકાબેન પ્રજાપતિ, હેતલબેન ઉમરાણીયા, જીજ્ઞાબેન રાવલ, નેહાબેન મહેતા, આરતીબેન ભટ્ટ, શેફાલીબેન સોમપુરા, જયશ્રીબેન સોની, શ્રેયા રાવલ, હેતલબેન પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. એવું મુંદરા શાખા ના પ્રચારક શ્રી કપિલભાઈ  વ્યાસ ની યાદી માં જણાવવામાં આવ્યું હતું.



0/Post a Comment/Comments

Domain